વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ છ પૈસા ઘટીને ૮૩.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૪ના બંધ સામે સાત પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૬ અને ઉપરમાં ૮૩.૪૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે વધુ છ પૈસા ઘટીને ૮૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સપ્તાહના આરંભે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઘટ્યો હતો.