વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઓલરાઉન્ડ વેચવાલીના દબાણ હેઠળ જોવા મળેલા કડાકા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ ચાર પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૦ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૨.૮૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૧ અને ઉપરમાં ૮૨.૮૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૪ના મથાળે બંધ રહ્યો હતો.