વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યા બાદ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં પણ આરંભિક તબક્કે જોવા મળેલો છ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો આગલા બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૭ના મથાળે બંધ રહ્યો હતો.ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ભારતીય જનતા પાર્ટીએ ચારમાંથી ત્રણ રાજ્યોમાં જીત અંકે કરતાં બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું અને એક તબક્કે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારનાં ૮૩.૩૩ના બંધ સામે છ પૈસા વધીને ૮૩.૨૭ સુધી ક્વૉટ થયો હતો.ઉ