વેપાર

ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીના દબાણ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટીને ૮૩.૧૫ના મથાળે બંધ રહ્યો હતો, જોકે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં કડાકો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૦૭ના બંધ સામે ૮૩.૧૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૭ અને ઉપરમાં ૮૩.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે નવ પૈસાના ઘટાડા સાથે ૮૩.૧૫ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણની રૂપિયા પર નકારાત્મક અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો આગામી દિવસોમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવે તો રૂપિયો વધુ ગબડે તેવી શક્યતા પણ નકારી ન શકાય. જોકે, આજે અમેરિકાના રિચમૉન્ડ મેન્યુફેક્ચરિંગ ડેટાની જાહેરાત થવાની હોવાથી ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button