ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબક્યો
મુંબઈ: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા ન જણાતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડવાની સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબકીને ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતા અમુક અંશે રૂપિયાને રાહત મળી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૨ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૪૩ પૈસાના કડાકા સાથે ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે મતગણતરી શરૂ થવાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના એનડીએનાં ગઢ સમાન ગણાતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવાં રાજ્યોની બેઠકોમાં પક્ષને ભારે નુકસાની થઈ રહી હોવાનું જણાતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
આજે ખાસ કરીને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ચૂંટણીના નિરાશાજનક પરિણામો ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૭ ટકા વધીને ૧૦૪.૨૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૩૮૯.૭૩ પૉઈન્ટનો અને ૧૩૭૯.૪૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે,