વેપાર

તેજીની દોડ બાદ આખલો પોરો ખાય એવી સંભાવના, આરબીઆઇ પર નજર સાથે બજાર કોન્સોલિડેશન બતાવી શકે!

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારે સમીક્ષા હેટલના પાછલા સપ્તાહમાં ભારે ઉછાળા અને પછડાટ સાથે નવા ઊંચા શિખરો પણ નોંધાવ્યા છે. આ સપ્તાહે આરબીઆઈના દરનો નિર્ણય, ભારતી એરટેલ, ઓએનજીસીના પરિણામ, ફુગાવાના ડેટા બજારના આગામી વલણને આકાર આપશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની સંભાવનાએ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોને નવી ઊંચાઈ પર પહોંચાડ્યા છે. ફોકસ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી પર છે. વ્યાજ દરો અને નાણાકીય નીતિ અંગે નિર્ણય લેવા માટે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક ૬-૮ ઓગસ્ટના રોજ મળવાની છે. અન્યત્ર, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા પણ વ્યાજ દરો અંગે નિર્ણય કરશે.

જોકે, અંતિમ સત્રની વાત કરીએ તો અમેરિકાના નબળા જોબ ડેટાને કારણે વૈશ્ર્વિક શેરબજારના ડહોળાઇ ગયેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગ્લોબલ સેલ ઓફની સ્થિતિ સર્જાતા, સ્થાનિક બજારમાં ખાસ કરીને મેટલ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર વેચવાલીનું દબામ આવતાં ભારતના ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીની પાંચ દિવસની તેજીને શુક્રવારે જોરદાર બ્રેક લાગી હતી. સેન્સેક્સ ૮૮૫.૬૦ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૮૦,૯૮૧.૯૫ પોઇન્ટની સપાટી પર, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૯૩.૨૦ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૨૪,૭૧૭.૭૦ પર બંધ થયો હતો.

આ સપ્તાહે બજારની નજર મુખ્યત્વે આરબીઆઈના દરના નિર્ણય પર રહેશે. આ ઉપરાંત ભારતી એરટેલ, ઓએનજીસી જેવી જાયન્ટ કંપનીઓના પરિણામ અને ફુગાવાના ડેટા બજારની આગામી ચાલ નક્કી કરશે. કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય પરિણામોનો અંતિમ સેટ બજારમાં શેરલક્ષી કામકાજને પ્રેરશે. પાછલા સપ્તાહે રજૂ થયેલા કોર્પોરેટ પરિણામ બજારની અપેક્ષા સામે સંતોષજનક નહોતા રહ્યાં.

કોર્પોરેટ હલચલમાં હિંદુસ્તાન ઝિન્કે પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ૧૯ ટકાના વધારા સાથે રૂ. ૨૩૪૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. ૧૯૬૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એ જ રીતે, ઉપરોક્ત સમયગાળામાં કુલ આવક રૂ. ૭૫૬૪ કરોડ સામે વધીને રૂ. ૮૩૯૮ કરોડ નોંધાઇ છે.

ફિનટેક અને યુટિલિટી પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર અગ્રણી ફિનટેક કંપની, એમઓએસ યુટિલિટી લિમિટેડે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ અને શેરધારકોની મંજૂરીને આધીન કંપનીના મુખ્ય ઑબ્જેક્ટ ક્લોઝમાં નવી વ્યવસાયિક પ્રવૃિ સમાવેશ કરવાની જાહેરાત કરી છે. કંપની નવી વ્યાપારી પ્રવૃત્તિઓ સાથે સૌર ઉર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરશે જેમાં તે તમામ પ્રકારના સોલાર પીવી મોડ્યુલ, સેલ, બેટરી, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ, ક્ધવર્ઝન અને જનરેશન ડિવાઇસ, ઉપકરણો, ગેજેટ્સનું ઉત્પાદન, એસેમ્બલ, ખરીદી, આયાત, નિકાસ કરશે.

એર ઇન્ડયાએ મધ્યપૂર્વના દેશોમાં તંગદીલી સર્જાવાને કારણે તેલઅવીવની ફલાઇટ આઠમી ઓગસ્ટ સુધી સ્થગિત જાહેર કરી છે. ટાટા જૂથની આ કંપની ઇઝરાયલના આ શહેરમાં સપ્તાહમાં ચાર ફલાઇટ ઓપરેટ કરે છે. ટાટા મોટર્સના વેચાણમાં જુલાઇ મહિનામાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. અદાણી એન્ટરપ્રાઇસે તેના ફૂડ ડિવિઝનના ડિમર્જરની જાહરાત કરી છે. ઝોમેટોએ એપ્રિલ-જૂનના ગાળામાં અનેક ગણા વધારા સાથે રૂ. ૨૫૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં બે કરોડ રૂપિયા હતા.

બજારના આ સપ્તાહની વાત કરીએ તો રિઝર્વ બેન્કની આઠમી ઓગસ્ટે જાહેર થનારી નાણાકીય નીતિની ઘોષણા સપ્તાહની મુખ્ય ઘટના બની રહેશે. ઉપરાંત વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ અને પ્રથમ ક્વાર્ટરના કમાણીના અહેવાલોની અંતિમ બેચ પણ બજારની ગતિવિધિઓને પ્રભાવિત કરશે.

વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ અને વિશ્ર્વબજારના વલમ સાથે મધ્યપૂર્વના દેશોની હચચલ અને ક્રીડ ઓઇલના ભાવની વધઘટની પણ બજાર પર અસર વર્તાશે. નિષ્ણાતો માને છે કે, તાજેતરના અઠવાડિયામાં કેટલાક જોરદાર ઊંચાઈ પછી આખલો પોરો ખાવાના મૂડમાં હોય તેવું લાગે છે. તમામની નજર હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આઠમી ઓગસ્ટના રોજ જાહેર થનારા વ્યાજ દરના નિર્ણય પર છે. તે સિવાય મેક્રો ઈકોનોમિક ડેટા અને કેટલીક મહત્ત્વની કકંપનીઓના પરિણામ સાથે વૈશ્ર્વિક આર્થિક સ્થિતિ આ સપ્તાહે બજારના વલણોને અસર કરશે.

વિદેશી ભંડોળનો પ્રવાહ પણ એકંદર સેન્ટિમેન્ટને પ્રભાવિત કરી શકે છે. સર્વિસ સેક્ટર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ સોમવારે રિલીઝ થવાની ધારણા છે. અગ્રણી માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે ઊંચા મૂલ્યાંકન, નબળા પરિણામો અને ચાલુ વૈશ્ર્વિક બજારની ગતિવિધી જોતાં સ્થાનિક બજારમા કોન્સોલિડેશનની શક્યતા છે. આરબીઆઈ મોટેભાગે વર્તમાન વ્યાજ દર નીતિ જાળવી રાખે એવી અપેક્ષા છે.

આ ઉપરાંત ગ્લોબલ ઓઇલના ભાવ અને વિદેશી હૂંડિયામણ બજારમાં રૂપિયા સામે ડોલરના વિનિમય દર પણ બજારના વલણોને પ્રભાવિત કરશે.

એ જ સાથે, આ અઠવાડિયે કોર્પોરેટ પરિણામોને કારણે શેરલક્ષી હલચલ ચાલુ રહશે. ભારતી એરટેલ, બીએએમઇલ, ઓએનજીસી, એનએચપીસી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને એેમઆરએફ સહિતની કંપનીઓ આ સપ્તાહે તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે.

મૂડીબજારમાં તેજીનો માહોલ રહ્યો છે. આ સપ્તાહે પણ બે નવા ભરણા અને લિસ્ટીંગનો દોર ચાલુ રહેશે. આ વર્ષના માત્ર છ મહિનામાં ૩૪ જેટલી કંપનીઓએ રૂ. ૩૧,૦૦૦ કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. પહેલી જુલાઈ, ૨૦૨૪ સુધીના સમયગાળામાં, ૩૪ કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશી હતી અને તેમણે પ્રથમ છ મહિનામાં પ્રાથમિક બજારમાં તેમના મેઇન બોર્ડ સેગમેન્ટમાં જાહેર ભરણા લોન્ચ કર્યા હતા.
જોકે, એક તરફ જ્યારે મૂડીબજારમાં તેજીનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ચાર કંપનીઓના આઈપીઓ ડ્રાફ્ટ દસ્તાવેજો પરત કર્યા છે, જેમાં સુપરમાર્ટ મેજર વિશાલ મેગા માર્ટ, શિક્ષણ-કેન્દ્રિત એનબીએફસી અવાન્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ખાનગી ઈક્વિટી મેજર ટીપીજી કેપિટલ સમર્થિત સાઈ લાઈફ સાયન્સનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?