વેપાર

સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ શૅરબજાર માટે સારું રહ્યું

મુંબઇ: સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ રોકાણકારો માટે સારુ રહ્યું હતું. અફડાતફડી છતાં એકંદરે શેરબજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઇનો બેન્માચર્ક સેન્સેક્સ ૫૪૦.૯ પોઇન્ટ અથવા તો ૦.૮૪ ટકા વધ્યો છે જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૯૪.૭૫ પોઇન્ટ અથવા તો એક ટકા વધ્યો હતો.

સમીક્ષા હેઠળના ૬ નવેમ્બર, ૨૦૨૩થી ૧૦ નવેમ્બર, ૨૦૨૩ સુધીના સપ્તાહ દરમિયાન આઈટી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૪,૩૬૩.૭૮ના બંધ સામે ૫૪૦.૯૦ પોઈન્ટ્સ (૦.૮૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૪,૮૩૫.૨૩ ખૂલી, આઠમી નવેમ્બર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૫,૧૨૪.૦૦ અને ૧૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૪,૫૮૦.૯૫ સુધી જઈ અંતે ૬૪,૯૦૪.૬૮ પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૨૦.૨૯ લાખ કરોડ રહ્યું હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨.૧૦ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૧૧ ટકા, મિડકેપ ઈન્ડેક્સ ૨.૬૨ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૩૬ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૧.૪૫ ટકા વધ્યા હતા. આઈપીઓ ૪.૪૪ ટકા અને એસએમઈ આઈપીઓ ૪.૨૫ ટકા વધ્યા હતા. ગ્રીનેક્સ ૧.૨૪ ટકા અને કાર્બોનેક્સ ૧.૧૩ ટકા
વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં પીએસયુ ૨.૬૮ ટકા, રિયલ્ટી ૨.૬૭ ટકા, ઓટો ૧.૭૭ ટકા, કેપિટલ ગુડ્સ ૩.૨૧ ટકા, હેલ્થકેર ૪.૧૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૪૯ ટકા, બેન્કેક્સ ૧.૨૭ ટકા, મેટલ ૩.૧૦ ટકા, પાવર ૨.૫૯ ટકા અને એફએમસીજી ૦.૪૪ ટકા વધ્યા હતા, જ્યારે આઈટી ૦.૨૩ ટકા, ટેક ૦.૫૭ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૮ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધુ વધેલા પાંચ શેરોમાં લાર્સન એન્ડ ટ્રુબ્રો ૪.૧૧ ટકા, એક્સિસ બેન્ક ૩.૮૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૬૫ ટકા, બજાજ ફિનસર્વ ૩.૬૧ ટકા અને એનટીપીસીનો સમાવેશ હતો. જ્યારે સૌથી વધુ ઘટેલા પાંચ શેરોમાં ઈન્ફોસિસ ૧.૪૯ ટકા, વિપ્રો ૧.૧૨ ટકા, એચસીએલ ટેક ૧.૦૨ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૮૮ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૦.૫૪ ટકાનો સમાવેશ હતો.

કોર્પોરેટ ક્ષેત્રના પરિણામ એકંદરે સારા રહ્યાં છે. મૂડીબજારમાં આઇપીઓ પણ ભરપૂર આવી રહ્યાં છે. આ સપ્તાહે એક એસએમઇ સેગમેન્ટનો આઇપીઓ આવી રહ્યો છે, જ્યારે પ્રોટીન લિમિટેડ અને આસ્ક ઓટોમોબાઇલ સહિત ત્રણ લિસ્ટિંગ છે. દરમિયાન, હેલ્થકેર સેગમેન્ટમાં પુના ખાતે પહેલીથી ત્રીજી ડિસેમ્બર દરમિયાન ધી ગ્લાબલ ફેસ્ટિવલ ઓફ વેલનેસ સુહાના સ્વાસ્થ્યની બીજી એડિશન યોજાઇ રહી છે, જેમાં અનેક અગ્રણી સ્પિરિચ્યુઅલ લીડર્સ, હેલ્થ એજ્યુકેટર્સ અને વેલનેસ એક્સપર્ટસ એકત્ર થશે. એ ગ્રુપની ૭૧૩ કંપનીઓમાં ૪૭૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૨૩૮ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ૧ સ્ક્રિપ્સનો ભાવ સ્થિર રહ્યો હતો, બી ગ્રુપની ૧,૦૫૭ સ્ક્રિપ્સમાંથી ૬૦૫ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૪૪ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને આઠ સ્ક્રિપ્સના ભાવ સ્થિર
રહ્યા હતા.

સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ. ૩૧,૩૭૮.૪૫ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ.૧૬,૪૨૬.૯૨ કરોડનું ટર્નઓવર શુક્રવાર, ૧૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button