વેપાર

આજનું કામ કાલ ઉપર ટાળવાની કિંમત

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

૧૯૩૯માં ૨૮ જુલાઇ ૧૯૧૪થી ૧૧ સપ્ટેમ્બર ૧૯૧૮ દરમિયાન થયેલા પ્રથમ વિશ્ર્વ યુદ્ધની કડવી યાદોને ભૂલીને લોકો જિંદગીને પાછી પટરી પર લાવી રહ્યાં હતા. ત્યાં જ જર્મનીના એડોલ્ફ હિટલરે ૧લી સપ્ટમ્બરે ૧૯૩૯ના યુરોપના નાના દેશ પોલેન્ડ ઉપર ચડાઇ કરીને જીતી લીધું આના કારણે ગ્રેટ બ્રિટને અને ફ્રાન્સે ૩ સપ્ટેમ્બર ૧૯૩૯ના જર્મની સામે લડાઇ શરૂ કરી દીધી. આના એક વર્ષ પછી યુરોપના દેશો જર્મની અને ઇટાલી અને એશિયાના દેશ જાપાને એક ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ ૨૭ સપ્ટેમ્બર ૧૯૪૦ના સાઇન કરીને એકસીસ પાવરની સ્થાપના કરીને સંયુક્ત લડાઇ લડવાનું નક્કી કર્યું. ઇટાલી અને જર્મની તો યુરોપના દેશો હોય કરાર કરે તે માની શકાય પણ જાપાન કારણ વગરનું આમાં કુદી પડયું હતું.

૧૯૪૨ સુધી એકસીસ પાવર સેક્ધડ વર્લ્ડવોરમાં બહુ જલ્દી વિજયી કૂચ કરી રહ્યું હતું. જર્મની અને રશિયા વચ્ચે પણ યુદ્ધ શરૂ થઇ ગયું હતું. પણ હજુ આ યુદ્ધમાં અમેરિકાની કોઇ એન્ટ્રી થઇ નહોતી કારણ કે તે યુરોપથી કોસો દૂર હોય કૂદવાનું કોઇ કારણ નહોતુ પણ એલાઇડ ફોર્સિસ કે જેમાં ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેટ યુનિયન હતા. તેમાં અમેરિકા મિલિટરી ફાઇટર્સ પ્લેન વગેરેને સહાયતા કરતું હતું અને પર્લહાર્બર પર થયેલા એટેક બાદ અમેરિકા પણ એલાઇડ ફોર્સમાં જોડાઇ ગયું હતું. અને ૭મી ડિસેમ્બર ૧૯૪૧ના જાપાને ભયંકર ભૂલ કરી જેનો ભોગ કરોડો સિવિલિયન્સ અને મિલિટરી પર્સનલો બન્યા અને જાનથી ગયા અને તે હતો અમેરિકાના હવાઇમાં આવેલા પર્લહાર્બર પરનો જાપાનીઝ હવાઇ હુમલો. ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ પર્લહાર્બરની ઓફિસે એક સંદેશો પકડી પાડયો. જેમાં કોઇ પર્લહાર્બર ઉપર શિપની મુવમેન્ટ અને બર્થિંગની ડિટેઇલ્સ એકઠી કરી રહ્યું હતું. જેણે આ મેસેજ ઇન્ટરસેપ કરેલો હતો તેણે તેની જાણ તેના ઉચ્ચ અધિકારીને કરી દીધી. ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૪૧ના શનિવાર હોય આ સુપિરિયર ઓફિસરે તેના કલાર્કને કહ્યું કે તેણે જે મેસેજ ઇન્ટરસેપ કરેલ છે તેની તપાસ ૮ ડિસેમ્બર ૧૯૪૧ના સોમવારે કરશું.

૭મી ડિસેમ્બર ૧૯૪૧ના સવારે ઓઆહુ એરપોર્ટના રડાર વૉચ કરતા એક સુપરવાઇઝરે જોયું કે હવાઇ જહાજનું એક મોટું ટોળું પર્લહાર્બર તરફ ધસી રહ્યું છે તેથી તેણે તેના ઉપરી અધિકારીને આ વાતની જાણ કરી તો ઉપરી અધિકારીએ જણાવ્યું કે આ તો યુ.એસ. બી ૧૭ બોમ્બર વિમાનો સલામતીના રાઉન્ડ મારી રહ્યાં છે. કારણકે બધા રવિવારની રજા માણી રહ્યાં હતા અને કોઇએ આ બન્ને મેસેજીસને સિરિયસલી ના લીધા.

અને ૭મી ડિસેમ્બર ૧૯૪૧ના રવિવારે સવારે ૭.૫૫ વાગ્યે ૪ અલગ અલગ જગ્યાએથી ૩૫૩ પ્લેનો ઉડાડીને જાપાને પર્લહાર્બર ઉપર હવાઇ હુમલો કરી દીધો અને દરિયાઇ રસ્તે ૩૫ સબમરીન અને ૨ બેટલશિપથી પણ હુમલો કર્યો અને આટલું ચતુર હોશિયાર અમેરિકા ઊંઘતું ઝડપાઇ ગયું. આ હુમલામાં ૨૪૦૩ લોકોએ જાન ગુમાવ્યા જેમા ૬૮ સિવિલિયન્સ હતા, ૧૯ નેવી શિપ અને ૮ બેટલશિપનો ખુડદો બોલી ગયો. આમા યુએસએસ બેટલશિપ એરિઝોનનાનો સમાવેશ થાય છે. જેમાં કુલ જાનહાનિના ૫૦ ટકા લોકોએ તો આ એરીઝોનમાં જ જીવ ગુમાવ્યા હતા. આજે પણ એરીઝોના અંશો સાચવીને મ્યુઝિયમ બનાવીને રાખવામાં આવ્યા છે અને હવાઇમાં બોટમાં જઇને દરિયામાં આવેલા ટાપુમાં તેને જોઇ શકાય છે.

પર્લહાર્બરના હુમલા પછી અમેરિકાએ ઓફિસિયલી સેક્ધડ વર્લ્ડવોરમાં એન્ટ્રી લીધી. ૧૯૩૦ના મંદીના મારમાં અમેરિકાની આર્થિક હાલત એટલી ખરાબ થઇ ગયેલી કે સર્વાઇવલના સાંસાં હતા. ત્યાં જાપાનના પર્લહાર્બરના હુમલાએ તેને એલાઇડ ફોર્સિસને લડાઇમાં મદદ કરવા માટે મિલિટરી શસ્ત્ર સરંજામો, સિવિલ સપ્લાઇ વગેરે પૂરો પાડવાનો મોકો મળી જતા અમેરિકન પ્રેસિડન્ટ રૂઝવેલ્ટે વોર પ્રોડકશન બોર્ડ રચ્યું અને અમેરિકન ઇન્ડસ્ટ્રી તેઓની ઇન્ડસ્ટ્રીમાં જરૂરી ફેરફાર કરીને વોર રિલેટેડ પ્રોડકશન યુદ્ધના ધોરણે કરવાનું કહી દીધું.

પર્લહાર્બરનો હુમલાના કારણે યુદ્ધ બહુ ખરાબ રીતે ફેલાઇ રહ્યું હતું. જેનો ફાયદો અમેરિકન ઇન્ડસ્ટ્રીએ ફૂલ ફલેજ પ્રોડકશન કરીને મેળવ્યો અને ૧ કરોડ ૭૦ લાખ લોકો રાજગારમાં જોડાયા. કંપનીઓના નફામાં ૨૦૦ ટકાનો વધારો થયો. કામદારોના પગારમાં ૫૦ ટકાનો વધારો થયો. શ્ર્વેત અને અશ્ર્વેત પુરુષ અને મહિલા તમામને રોજગાર મળવા લાગ્યો. ક્ધઝમશન વધતા મેન્યુફેકચરિંગ વધવા લાગ્યું. લોકોના પાસે સ્પેન્ડિંગ પાવર વધતા લકઝરી ચીજોની ડિમાન્ડ વધવા લાગી અને મંદીમાં પીડાતી અમેરિકન ઇકોનોમી ફૂલ બહાર તેજીમાં આવી ગઇ અને દુનિયાની નંબર વન ઇકોનોમી બની ગઇ જે હજુ ૮૦ વર્ષ પછી પણ જગતમાં પ્રથમ ક્રમાંકે છે. આ બાજુ પર્લહાર્બરનો બદલો લેવા ૬ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે વિશ્ર્વમાં માત્ર પહેલી અને છેલ્લી વાર અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર એટમબૉમ્બ ફોડયો જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા. અબજો રૂપિયાનું નુકસાન થયું. પ્રાંતોના પ્રાંતો બરબાદ થઇ ગયા આમ કોઇ કારણ વગર બીજા વિશ્ર્વ યુદ્ધમાં જોડાઇને જાપાને બહુ મોટી ભૂલ કરીને જાપનીઝ લોકોને મોટુ નુકસાન કર્યું તેટલું જ નહીં પણ પર્લહાર્બર પર હુમલો કરીને યુદ્ધને વધારે ફેલાવીને કરોડો લોકોને યુદ્ધમાં ખપાવી દીધા, ફેમિલીઓ બરબાદ કરી દીધા તેટલું જ નહી પણ જયારે ૨જી સપ્ટેમ્બર ૧૯૪૫ના સેક્ધડ વર્લ્ડ વોર ઓફિશ્યલી બંધ ડિકલેર થઇ ત્યાર પછી યુરોપના દેશોને અને જગતને અમેરિકાની મૂડીવાદી સરકાર અને સોવિયેટ યુનિયનની સામ્યવાદી સરકારમાં ભાગ પાડીને વહેંચી દેતા સોવિયેટ યુનિયનમાં સામીલ ઇસ્ટ યુરોપના દેશવાસીઓએ દશકાઓ સુધી જિંદગી મિલિટરી સાશનના દમનમાં અને ભૂખમરામાં ગુજારી. આતો ૧૯૯૦માં સોવિયેટ યુનિયનમાં મીખાઇલ ગોર્બાચેવ પ્રમુખ બનતા તેણે દેવદૂત બનીને સોવિયેટ યુનિયનનું ભંગાણ કરીને અને પૂર્વ અને પશ્ર્ચિમ જર્મનીને એક કરીને સામ્યવાદનો અંત લાવતા આ દેશોમાં જીવતા લોકોને નવજીવન બક્ષ્યું.

એક બાજુ જાપાનના પર્લહાર્બરના હુમલા અને જાપાનની સેક્ધડવર્લ્ડ વોરમાં એન્ટ્રીને યુદ્ધની તબાહી માટે જવાબદાર ઠેરવામાં આવે છે તો કેટલાકનું માનવું છે કે જો પર્લહાર્બર ઉપર હુમલો નહી થયો હોતે તો કદાચ અમેરિકા વોરમાં નહીં ઊતરે તે એ સંજોગોમાં કદાચ હિટલર તેનું સામ્રાજય વિકસાવામાં સફળ પણ થઇ જાતે તો દુનિયાની તસવીર કંઇક અલગ જ હોતે! પણ સાથોસાથ જો પર્લહાર્બરના ઉચ્ચ અધિકારીઓ શની રવિની વીક એન્ડ રજાના મૂડમાં તેની ઓફિસે આંતરેલા સંદેશાઓ અને રડારમાં પકડાતા જાપાન યુદ્ધ જહાજને અમેરિકન બી ૧૭ વિમાનો માની લેવાની ભૂલો ના કરી હોત તો કદાચ પર્લહાર્બર, હિરોશીમાં અને નાગાસાકી ટાળી શકાયા હોતે. તેથી જ વોરમાં, ધંધામાં, વ્યવસાયમાં, નોકરીમાં રોકાણમાં કે સમાજમાં કયારેય કોઇ ખબરને નાની સમજીને નજર અંદાજ કરવાની ભૂલ નહીં કરવી જોઇએ અને ખાસ કરીને વીકએન્ડની મજામાં સમાચારોની અવગણના કરીને કામ સોમવાર ઉપર છોડીને એકશન નહીં લઇને આફત નહીં નોતરવી જોઇએ અને હા બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાનાની જેમ જાપાને કોઇ કારણ વગર હિટલરની સાથે જોડાવાની જરૂર નહોતી. જેમ એક તક જિંદગી બદલાવી શકે છે તેમ એક અવગણના પણ જિંદગીઓ બરબાદ કરી શકે છે. આજનું કામ કાલ ઉપર ટાળવાનું કેટલું મોંઘુ પડે તેનું ઉદાહરણ એટલે પર્લહાર્બરના ઉચ્ચ અધિકારીઓનો એટીટયુડ. ત્રીજા વિશ્ર્વ યુદ્ધની વાતો કરતા લોકો માટે આ એક સબક છે કારણ કે “ધ ઓનલી થીંગ વી હેવ ટુ ફીઅર ઇઝ ફીઅર ઇટસેલ્ફ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત