વેપાર અને વાણિજ્ય

એ તમારા ગજાનું કામ નથી!!!

ઓપિનિયન-સી. એ. પ્રકાશ દેસાઇ

“તમે મર્સિડિઝ ગાડી ખરીદવાનું વિચારો છો? એ તમારા ગજાનું કામ નથી. આપણે આપણી કેપેસિટીમાં જ રમવું જોઇએ. આવી સલાહ મિડલએજડ રાયચંદભાઇએ યુવાન સિવિલ એન્જિનિયર વિક્રમને આપી. “તમારા ગજાનું કામ નથી આવાં મંતવ્યો કે સલાહો જાણ્યે અજાણ્યે લોકો એક બીજાને આપતા હોય છે. પછી તે શારીરિક, નાણાકીય, સોશિયલ કે એડયુકેશન રિલેટેડ ક્ષમતા હોય. આ સ્પોન્ટેનિયસ મંતવ્યો કે સલાહો કેટલી વ્યવહારુ છે તેમાં લોકોની અલગ અલગ વિચારસરણી હોય શકે કે સલાહ આપનાર તેના હિતેચ્છુ છે અને આવનારા જોખમથી અટકાવવા માગે છે કે તેનું જ્ઞાન વધારે છે તેની ઠોસ મારવા માગે છે. પણ જેને ઉદ્દેશીને આ સલાહ આપવામાં આવી છે તે વ્યક્તિ જો તેની વિચારધારામાં મક્કમ ના હોય તો તેની જિંદગીને બહુ અસર કરે છે, કાં તો તે તેની હિંમત ખોઇ બેસે છે અથવા બહુ ઓવરકોન્ફિડન્ટ થઇ જાય છે. પણ આ બધી તો વાતો થઇ સામાન્ય માણસોની, કે જેઓ આવાં વિધાનોથી ઇન્ફલુન્સ થઇ જાય છે પણ દુનિયામાં કોઇ એવાય માણસો હોય છે કે જેઓ કોઇની વાતો, સલાહો, અભિપ્રાયોની પરવાહ નહીં કરતા જિંદગી પોતાની રીતે જીવી જાય છે.

૨૦મી સદીના શરૂઆતમાં અમેરિકાની ઘટના:
૪ ઓગસ્ટ ૧૯૦૯ના કેન્સાસમાં જન્મેલા એક બાળકની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ના હોવાના કારણે તેણે શિયાળામાં બીજા સ્ટુન્ડન્ટસ કરતા શાળામાં વહેલા જઇને કોલસાથી સગડી સળગાવીને કલાસ રૂમ ગરમ કરવાની જવાબદારી લીધેલી કે જેથી રેગ્યુલર કલાસ શરૂ થાય ત્યારે કલાસરૂમમાં ઠંડી ના લાગે, અને તેને ફ્રી ભણવા મળે. પરંતુ એક દિવસ આ કાર્ય કરતા કલાસરૂમમાં આગ લાગી ગઇ અને તે વહેલો જતો હોવાથી તેને બચાવવા માટે પણ કોઇ હાજર નહોતું. થોડીવાર પછી સ્કૂલનો સ્ટાફ આવ્યો અને તેને બચાવીને હૉસ્પિટલમાં લઇ ગયા. હૉસ્પિટલમાં તેણે ડૉક્ટરને તેની મા સાથે વાત કરતા સાંભળ્યા કે તેની કમરની નીચેનો ભાગ એકદમ ડેમેજ થઇ ગયો છે અને તેમાં મસલ્સ રહ્યા નથી તેથી જીવવાના ચાન્સીસ ઓછા છે તેટલું જ નહીં તે જીવશે તો પણ પૂરી જિંદગી પરવશ થઇને રહેશે. આ પીડા ભોગવવા કરતા તે મૃત્યુ પામે તે સારું છે. આ વાત સાંભળ્યા પછી તેણે નિરાશ થવાના બદલે નક્કી કર્યું કે તે એક સામાન્ય માણસની જિંદગી જીવી બતાવશે. બાળક ઘરે આવ્યા બાદ તેની મા તેના પગને અને કમર નીચેના શરીરને માલીશ કરતી હતી. પણ તેમાં લોહી, માંસ કે મસલ્સ ના હોવાને કારણે પરિણામ શૂન્ય આવતું હતું. બાળકે મનમાં નક્કી કરેલું કે તે સામાન્ય માણસની જેમ ચાલીને બતાવશે પણ તેણે ક્યારેય આ વાત તેની માને નહીં કહી.

એક દિવસ તેની મા તેને બગીચામાં વ્હિલચેર પર ફરવા લઇ ગઇ અને એક બગીચાની વચ્ચે વ્હિલચેર પાર્ક કરીને તેના માટે આઇસક્રીમ લેવા ગઇ તે તકનો લાભ લઇને આ બાળક વ્હિલચેર પછાડીને નીચે પડી ગયો અને પગ પર ચાલીને નજીકની દીવાલ સુધી જવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. આ પ્રયત્નો તેણે ૩ વર્ષ ચાલુ રાખ્યા અને એક દિવસ તે દીવાલના સહારે ઊભો થવામાં સફળ થયો તે દિવસ તેના માટે ઑલ્મિપિકમાં મેડલ જીતવા જેટલો ઇર્મ્પોટન્ટ હતો. ત્યારબાદ તે દીવાલના ટેકે ચાલવાનો પ્રયત્નો કરતો રહ્યો અને એક દિવસ થોડું ડિસ્ટન્સ ચાલી પણ શક્યો. તેની મા તેના પગને મસાજ કરતી રહી અને આ બાળક તેના પ્રયત્નો કરતો રહ્યો. આખરે તેણે એક દિવસ ચાલીને તેની શાળાએ જવાનું નક્કી કર્યું અને શાળાએ ચાલીને પહોંચી પણ શકયો!

હવે શાળામાં તેણે ૧૦૦, ૨૦૦, ૪૦૦ મીટરની દોડમાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારે લોકો અને ડૉક્ટરો અચંબામાં પડી ગયા કે આનું શું થાશે? દુનિયામાં સલાહ કે મંતવ્યો આપવાવાળાની કયાં અછત છે? લોકો જાતજાતના અનુમાન અને અભિપ્રાયો આપવા લાગ્યા કે જરાક ચાલવા લાગ્યો તેમાં આટલું મોટું અભિમાન કરવાનું જરૂર નથી કે
તે દોડી પણ શકશે, તે એના ગજાનું કામ નહીં કરશે તો ગાંડપણ હશે પાછળથી પસ્તાશે વગેરે વગેરે.

આ બાળક હવે બાળક ના રહેતા યુવાન થઇ ગયો હતો અને તેની હજુ પણ નોર્મલ લાઇફ જીવવાની મહેચ્છા બાકી હતી. તેણે ૧૯૩૨ અમેરિકાને રિપ્રેઝન્ટ કરીને ૧૫૦૦ મીટરની દોડમાં ચોથા નંબરે આવ્યો અને ૧૯૩૬ની બર્લિન ઑલ્મિપિકમાં આજ ૧૫૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે ૧૯૩૩માં અલગ અલગ દોડવાની સ્પર્ધામાં સુલીવન મેડલ જીત્યા.૧૯૩૪માં તેણે વિશ્ર્વ વિક્રમ ૪.૦૬.૮નો રચ્યો.

૧૯૩૬માં ૮૦૦ મીટરની દોડમાં તેણે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. ૧૯૪૦માં તે સ્પર્ધામાંથી નિવૃત્ત થયો તેના ચાર વર્ષ પછી તેનો રેકોર્ડ રોજર બનીસ્ટરે તોડેલો હતો.મિત્રો, આ બાળક એટલે અમેરિકાના ટ્રેક એન્ડ ફિલ્ડમાં જેનું ૧૯૩૦ના દશકામાં નામ હતું. તે ગ્લેન કનીગ્ધમ કે જેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં અમેરિકાના વર્ચસ્વની શરૂઆત કરાવી.
વાચક મિત્રો વિચારો કે ૧૯૧૦નો દશકો કે જયારે આપણા વાંચકોમાથી કદાચ કોઇ ત્યારે જન્મેલ પણ નહીં હોય અને એ ઝમાનો કે
જયારે મેડિકલ સાયન્સે તેટલી પ્રગતિ પણ નહીં કરેલી, પ્લેગ અને ટીબી જેવા અસાધ્ય રોગો હતા તેવા ઝમાનામાં એક આર્થિક રીતે પણ સદ્ધર નહીં તેવા બાળકે માત્ર તેના આત્મવિશ્ર્વાસના બળે મૃત શરીરમાં જાન લાવીને અથાગ પરિશ્રમો
કરીને, કેટલીય વખત ઇન્જર્ડ થઇને જો તેનું ધ્યેય હાંસીલ કરી શકેલ હોય તો આ ઝમાનામાં તે કેટલું આસાન હોય શકે પણ આજે તો જો મારે ૧૦ દિવસ વેકેશનમાં ફરવા જવું હોય તો વિચારું કે રવિવારે સવારે પાછા ઘરે આવી જાવું તો સારું કે જેથી રવિવારે આરામ થઇ જાય અને સોમવારથી કામે ચડાય પણ ગ્લેન કનીગ્ધમ માટે
તો વર્ષો સુધી તેના ધ્યેયને હાંસીલ કરવા માટે કોઇ રવિવાર નહોતો તે તો ૭ બાય ૨૪
તેના પ્રયત્નોમાં રચ્યો પચ્યો રહેતો હતો. અને તે જ તો મારા જેવા સામાન્ય માણસ અને ગ્લેન જેવી મહાન પર્સનાલિટીમાં ફરક છે.
કારણ કે તે બાઇબલના આ સંદેશામાં વિશ્ર્વાસ રાખે છે કે …. “બટ ધોઝ વ્હુ વેઇટ ઓન ધ લોર્ડ સેલ રીન્યુ ધેર સ્ટ્રેન્થ, ધે સેલ માઉન્ટ અપ વીથ વીંગ્ઝ લાઇફ ઇગ્લસ, ધે શેલ રન અન નોટ બી વૅરી, ધે શેલ વોક એન્ડ નોટ ફેઇન્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…