ઑગસ્ટમાં ચાનું ઉત્પાદન ઘટીને 17.012 કરોડ કિલોગ્રામઃ ટી બોર્ડ | મુંબઈ સમાચાર
વેપાર

ઑગસ્ટમાં ચાનું ઉત્પાદન ઘટીને 17.012 કરોડ કિલોગ્રામઃ ટી બોર્ડ

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં ચાનું ઉત્પાદન ઑગસ્ટ, 2024નાં 18.445 કરોડ કિલોગ્રામ સામે ઘટીને 17.012 કરોડ કિલોગ્રામની સપાટીએ રહ્યું હોવાનું ટી બોર્ડે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

ટી બોર્ડની યાદીમાં જણાવ્યાનુસાર ગત ઑગસ્ટ મહિનામાં આસામનું ચાનું ઉત્પાદન ઑગસ્ટ, 2024નાં 10.446 કરોડ કિલોગ્રામ સામે સાધારણ ઘટાડા સાથે 10.352 કરોડ કિલોગ્રામના સ્તરે રહ્યું છે.

તેમ જ પશ્ચિમ બંગાળનું ચાનું ઉત્પાદન પણ ઑગસ્ટ, 2024નાં 5.608 કરોડ કિલોગ્રામની સરખામણીમાં ઘટીને 4.590 કરોડ કિલોગ્રામની સપાટીએ રહેતાં આસામ અને પશ્ચિમ બંગાળ મળીને ઉત્તર ભારતનું કુલ ચાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 16.615 કરોડ કિલોગ્રામ સામે ઘટીને 15.399 કરોડ કિલોગ્રામના સ્તરે રહ્યું છે.

આપણ વાંચો: ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના નાના ચા ઉત્પાદકોને અભૂતપૂર્વ નુકસાન

વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં દક્ષિણ ભારતમાં પણ ચાનું ઉત્પાદન ઑગસ્ટ, 2024નાં 1.830 કરોડ કિલોગ્રામ સામે ઘટીને 1.613 કરોડ કિલોગ્રામની સપાટીએ રહ્યું છે.

તેમ જ વિવિધ કેટેગરી અથવા તો વેરાઈટી અનુસાર જોઈએ તો ઉત્તર ભારતમાં સીટીસી વેરાઈટીનું ઑગસ્ટ મહિનામાં ઉત્પાદન ઘટીને 13.559 કરોડ કિલોગ્રામ (15.076 કરોડ કિલોગ્રામ)ના સ્તરે રહ્યું છે, જ્યારે ઓર્થોડોક્સ વેરાઈટીનું ઉત્પાદન ઑગસ્ટ, 2024નાં 1.581 કરોડ કિલોગ્રામ સામે વધીને 1.922 કરોડ કિલોગ્રામના સ્તરે રહ્યું હોવાનું ટી બોર્ડે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button