વેપાર

આવતીકાલે નવી મુંબઈની બજારોમાં વિવિધ સમસ્યાના ઉકેલ માટે પ્રતિકાત્મક બંધ

સકારાત્મક પ્રતિસાદ ન મળે તો નવી રણનીતિ ઘડવા પાંચમીએ બેઠક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક એપીએમસી માર્કેટની વિવિધ સમસ્યાઓનાં ઉકેલ માટે સરકાર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા હોવાથી મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારીઓનું આવતીકાલ તા. ૨૭ ઑગસ્ટ, ૨૦૨૪ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ તરફથી એક દિવસ માટે રાજ્ય સ્તરીય પ્રતિક બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આ બંધને સફળ બનાવવા માટે ગત શનિવારે મહારાષ્ટ્ર રાજ્યની અગ્રણી વેપારી સંસ્થાઓ જેમ કે ફામ, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, પુના મર્ચન્ટસ ચેમ્બર, કેમીટ તથા અન્ય તમામ સંસ્થાઓના પ્રતિનિધિ અને વેપારીઓની એક બેઠકનું આયોજન નવી મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલી, એમસીસીએઆઈના લલિત ગાંધી, ફામના પ્રમુખ જીતેન્દ્ર શાહ અને ડિરેક્ટોરેટ જનરલ પ્રિતેશ શાહ, પુના મર્ચન્ટસ ચેમ્બરના પ્રમુખ રાજકુમાર નાહર, મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિના ક્ધવીનર રાજેન્દ્ર બાઠીયા, કેમીટના દીપેન અગ્રવાલ સહિત અમરીશભાઈ બારોટ, કીર્તિભાઈ રાણા, રિટેલ ગ્રેન મર્ચન્ટસ એસોસિએશનના રમણીકલાલ છેડા તેમજ અન્ય અગ્રણી વેપારીઓ હાજર રહ્યા હતા.

ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે જો આ પ્રતિકાત્મક બંધની સરકાર પર કોઈ અસર નહીં પડે અર્થાત્ કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો આાગમી પાંચમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિની એક બેઠક મળશે જેમાં આગામી રણનીતિ ઘડીને આંદોલન તીવ્ર બનાવવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે એપીએમસી બજારનાં વેપારીઓ દ્વારા સેસ તરીકે કરોડો રૂપિયામાં ભારવામાં આવી રહ્યા હોવા છતાં લાઈટ, પીવાનું પાણી, સિક્યોરિટી, સીસીટીવી કેમેરા જેવી માળખાકીય સુવિધાનો અભાવ છે, અહીં કિસાનો માલ વેચવા આવતા ન હોવા છતાં એપીએમસી એક્ટનો અમલ શા માટે કરવો જોઈએ? આવી ઘણી સમસ્યાના ઉક્ેલ માટે વેપારી આલમે એકતાથી લડત આપવી જ પડશે. વેપારીઓ આજીવન ટેક્સ ભરે છે તેઓને ટેક્સની રકમના ૧૦ ટકા પેન્શનરૂપે પરત કરવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker