વેપાર અને વાણિજ્ય

ટીન, નિકલ, કોપર અને એલ્યુમિનિયમમાં જળવાતી પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે સતત પાંચ સપ્તાહ સુધી કોપર સહિતની ધાતુઓના ભાવમાં તેજીનું વલણ રહ્યા બાદ આજે સતત ત્રીજા સત્રમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું અને કોપર સહિતની અન્ય ધાતુઓમાં ભાવઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે કોપર, ટીન, નિકલ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વેચવાલીનું દબાણ અને માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણથી ૪૧ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે બ્રાસ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં છૂટીછવાઈ માગે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીનમાં સતત ત્રીજા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૧ના ઘટાડા સાથે રૂ. ૨૯૨૮ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૧નો ઘટાડો આવ્યો છે. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને અનુક્રમે રૂ. ૮૩૨, રૂ. ૮૨૧ અને રૂ. ૮૭૫, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૮૪૨, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૨૪૦ અને રૂ. ૧૬૧૦ તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૭૭૨ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…