વેપાર

કોપર સહિતની અમુક ધાતુઓમાં જળવાતી પીછેહઠ, ટીનમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતેના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થ્ાાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો ઘટાડો આગળ વધ્યો હતો. જોકે, આજે માત્ર ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. આઠનો સુધારો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે અમુક ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૧૬૩, નિકલ, ઝિન્ક સ્લેબ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૧૫૯૭, રૂ. ૨૨૦ અને રૂ. ૭૨૧, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૯૪ અને રૂ. ૬૪૦ તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૬૭૪ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૨૨૨૩ અને રૂ. એક વધીને રૂ. ૨૦૮ના મથાળે રહ્યા હતા. તેમ જ કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૮૫, રૂ. ૪૯૫, રૂ. ૪૬૩ અને રૂ. ૧૮૯ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker