ખાંડ મોંઘી થશે: સરકાર એમએસપી વધારવાની વેતરણમાં
મુંબઇ: સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે બજારમાં એવી ચર્ચા છે કે આ પગલાથી ખેડૂતો ભલે રાજી થાય પરંતુ ખાંડના ભાવમાં વધારો થશે અને તેને લીધે મોંઘવારી વધવાથી આમજનતાને માથે બોજમાં વધારો થશે. ખાંડમાં એમએસપીના વધારા સિવાય, ઉદ્યોગ આગામી સિઝન માટે ઇથેનોલના ભાવમાં વધારાની રાહ જોઈ રહ્યો છે, કારણ કે સિઝન માટે ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઇસ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. ૨૦૨૪-૨૫ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારાની અપેક્ષાને કારણે શેરબજારમાં શુગર કંપનીઓના નફામાં વધારો થવાની ગણતરીએ તેના શેરોના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારીને ૪૦થી ૪૧ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે. સામાન્ય ચૂંટણીઓ પહેલાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન ૨૦૨૪-૨૫ (ઓક્ટો-સપ્ટેમ્બર) માટે લઘુત્તમ ૧૦.૨૫ ટકાના રિકવરી રેટની શરત સાથે, શેરડીની એફઆરપીમાંં ૭.૪ ટકા અથવા રૂ. ૨૫નો વિક્રમી વધારો કરીને રૂ. ૩૪૦ પ્રતિ ૧૦૦ કિગ્રા કરવાની મંજૂરી આપી હતી.