વેપાર
ખાંડમાં ₹ ૪થી ૧૦ની પીછેહઠ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ અમુક માલની ગુણવત્તા નબળી આવતા હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી ૧૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
સ્થાનિકમાં અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.