ખાંડમાં ખપપૂરતાં કામકાજો ટકેલું વલણ ઑક્ટોબરનાં મુક્ત વેચાણ માટે 24 લાખ ટન ખાંડ છૂટી કરાઈ

નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3860થી 3900માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાના નિર્દેશો હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં રિટેલ સ્તરની તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
વધુમાં આજે અનાજ મંત્રાલયના ગ્રાહક બાબતો તથા જાહેર વિતરણ વિભાગે આગામી ઑક્ટોબર મહિનાના મુક્ત વેચાણ માટે 24 લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો: સ્મોલ ગ્રેડની ખાંડમાં માગ અને ગુણવત્તાલક્ષી રૂ. 12થી 20નો સુધારો
આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4002થી 4062માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4062થી 4142માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3930થી 3970માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3980થી 4020માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.