વેપાર

ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ ધીમો સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. આઠ વધી આવ્યા હતા, જ્યારે કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ તેમ જ એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો. જોકે, આજે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણે રૂ. નવનો અને નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટી આવ્યા હતા. આમ એકંદરે આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. આઠ વધી આવ્યા હતા. આ સિવાય વપરાશકારોની માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૫૩૦ અને રૂ. ૨૧૪ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૫૩, રૂ. ૭૪૬ અને રૂ. ૨૨૦ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker