વેપાર અને વાણિજ્ય

ધાતુમાં સ્ટોકિસ્ટો અને વપરાશકારોની માગ અનુસાર મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ચીનના સ્ટિમ્યુલસ પેકેજના આશાવાદ સાથે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫નો સુધારો આવ્યો હતો, જ્યારે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપરની અમુક વેરાઈટીઓ, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો. જોકે, આજે ટીન, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. નવ, રૂ. પાંચ અને રૂ. એક ઘટી આવ્યા હતા તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫ વધીને રૂ. ૧૪૦૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૩૬ અને રૂ. ૫૫૩ અને કોપર આર્મિચર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૮૧ અને રૂ. ૨૧૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ટીન અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. નવ ઘટીને રૂ. ૨૬૦૬ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૫૧૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય નિરસ માગે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૫૭ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…