શૅરબજાર સર્વોચ્ચ શિખરે, પરંતુ માર્કેટ કૅપમાં મામૂલી વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજાર સર્વોચ્ચ શિખરે, પરંતુ માર્કેટ કેપમાં મામૂલી વધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ સોમવારના ૭૭,૩૪૧.૦૮ના બંધથી ૭૧૨.૪૪ પોઈન્ટ્સ વધ્યો હતો. જોકે માર્કેટ કેપ બહુ મામૂલી (રૂ.૧૦,૦૦૦ કરોડ) વધીને રૂ.૪૩૫.૭૬ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૭,૫૨૯.૧૯ ખૂલીને ઊંચામાં ૭૮,૧૬૪.૭૧ સુધી અને નીચામાં ૭૭,૪૫૯.૬૦ સુધી જઈને અંતે ૭૮,૦૫૩.૫૨ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૫ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૫ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૦૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૮૦૮ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૦૭૫ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૧૨ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૧ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૭૩ ટકા, બીએસઈ ઓલકેપ ૦.૩૩ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડકેપ ૦.૨૬ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ૦.૦૩ ટકા ઘટ્યા હતા. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૮૧ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ બેન્કેક્સ ૧.૮૭ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૪૫ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૫૩ ટકા, ટેક ૦.૪૩ ટકા, કેપિટલલ ગુડ્સ ૦.૨૮ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૧૨ ટકા અને હેલ્થકેર ૦.૦૮ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી, પાવર ૧.૦૫, યુટિલિટીઝ ૦.૯૫ ટકા, મેટલ ૦.૮૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૫ ટકા, સર્વિસીસ ૦.૫૭ ટકા, કોમોડિટીઝ ૦.૫૩ ટકા, એમર્જી ૦.૩૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ૦.૨૮ ટકા, ઓટો ૦.૨૫ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૪ ટકા, એફએમસીજી ૦.૨૩ ટકા અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૧૪ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૭૪.૦૮ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૬૨ સોદામાં ૯૪૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું.