વેપાર

શૅરબજાર નવી ઓલટાઇમ હાઇ સપાટીએ, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૨.૫૦ લાખ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિવિધ પરિબળો વચ્ચે સપ્તાહને અંતે શેરબજારના બંને બેન્ચમાર્ક ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે અને બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ જોતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૫૨.૩૮ લાખ કરોડ રહ્યું હતું, જે ૫ાંચમી જુલાઈના શુક્રવારના અંતે રૂ. ૪૪૯.૮૮ લાખ લાખ કરોડ હતું.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૯,૯૯૬.૬૦ના બંધથી ૫૨૨.૭૪ પોઈન્ટ્સ (૦.૬૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવાર, ૮ જુલાઈએ ૭૯,૯૧૫ ખૂલી મંગળવાર ૯ જુલાઈએ ઉપરમાં ૮૦,૮૯૩.૫૧ અને બુધવાર તા.૧૦ જુલાઈએ નીચામાં ૭૯,૪૩૫.૭૬ સુધી જઈ શુક્રવારે અંતે ૮૦,૫૧૯.૩૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. કોર્પોરેટ હલચલમાં હીરો મોટોકોર્પે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને સરભર કરવા માટે જુલાઇ મહિનાથી તેના મોટરસાઇકલ અને સ્કૂટરના અમુક મોડલના ભાવમાં રૂ. ૧૫૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે. ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે શુગર ફર્મ શ્રી શાદીલાલ એન્ટપ્રાઇસમાં રૂ. ૪૫ કરોડના રોકાણ સાથે ૩૬.૩૪ ટકાનો વધારાનો સ્ટેક મેળવ્યો છે. ક્વીક કોમર્સ કંપની ઝેપ્ટોએ તેના છેલ્લા ફંડીંગ રાઉન્ડમાં ૬૬૫ મિલિયન ડોલર અથવા તો રૂ. ૫૫૬૦ કરોડ એકત્ર કર્યા છે. ટીસીએસના પરિણામ સાથે કંપની પરિણામની મોસમ ચાલુ થઇ છે. એજીવી લોજિસ્ટિક્સ એક્સપ્રેસ પાર્સલ સેવાઓ માટે અધિકૃત ભાગીદાર તરીકે ૬૦ કરોડનું યુવીએસઆરટીસી ટેન્ડર સુરક્ષિત કરે છે. મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડને ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક્સપ્રેસ પાર્સલ સેવાઓ માટે અધિકૃત ભાગીદાર તરીકે ટેન્ડર આપવામાં આવ્યું છે. અધિકૃત ભાગીદાર તરીકે, એવીજી ઉત્તર પ્રદેશ રાજ્યમાં નિર્ધારિત પ્રદેશોમાં ગ્રાહકો માટે સસ્ટેનેબલ, સમયસર અને વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરવા, એક્સપ્રેસ પાર્સલ કામગીરીના સંચાલન અને ઑપ્ટિમાઇઝેશન માટે જવાબદાર રહેશે. સપ્તાહ દરમિયાન બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૫ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૫૮ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૭ ટકા, બીએસઈ મિડકેપ ૦.૧૫ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ સ્મોલકેપ ૦.૨૬ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ૧.૩૯ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૧.૨૨ ટકા ઘટ્યો હતો. સેકટરલ ઈન્ડેક્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૪.૯ ટકા, આઈટી ૩.૫ ટકા, એફએમસીજી ૩.૩૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૮૬ ટકા, ટેક ૨.૬૪ ટકા, પીએસયુ ૧.૯૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૪ ટકા અને હેલ્થકેર ૦.૩૯ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૨.૩૩ ટકા, મેટલ ૨.૨૩ ટકા, ઓટો ૧.૧૧ ટકા, પાવર ૦.૭૫ ટકા, બેન્કેક્સ ૦.૩૨ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૨૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરોમાં આઈટીસી ૫.૫૨ ટકા, ટીસીએસ ૪.૧૨ ટકા, ઈન્ફોસિસ ૩.૭૯ ટકા, મારુતી સુઝુકી ૩.૫૯ ટકા અને ટેક મહિન્દ્ર ૨.૯૪ ટકા ઊચળ્યો હતો. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૬.૬૦ ટકા, તાતા સ્ટીલ ૩.૫૯ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૨.૧૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૯૦ ટકા અને એચડીએફસી બેન્ક ૧.૪૬ ટકા ગબડ્યો હતો. એ ગ્રુપની ૭૧૪ કંપનીઓમાં ૩૨૫ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૨૮ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને એક સ્થિર હતી. બી ગ્રુપની ૧,૧૬૯ કંપનીઓમાંથી ૪૭૫ સ્ક્રિપ્સ વધી હતી, ૬૯૦ ઘટી હતી અને ચાર સ્થિર રહી હતી. સેન્સેક્સમાંની ૧૮ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૨ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૫૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૪૫ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૦૭ સ્ક્રિપ્સ વધી અને ૯૪ ઘટી હતી, મિડકેપમાંની ૧૨૬ સ્ક્રિપ્સમાંથી ૬૧ વધી અને ૬૪ ઘટી અને એક સ્થિર રહી હતી.

સ્મોલ કેપમાંની ૯૯૬ સ્ક્રિપ્સમાંથી ૩૭૭ વધી હતી, ૬૧૮ ઘટી હતી અને ૧ સ્થિર રહી હતી. સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૩,૭૩૯.૩૧ કરોડની અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૫,૦૮૫.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker