વેપાર

શૅરબજારમાં અફડાતફડી અને ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારોનું ધ્યાન મૂડીબજાર તરફ

મુંબઇ : પ્રાથમિક મૂડીબજારમાં આગામી દિવસોમાં ૨૫ જેટલી કંપની બજારમાંથી અંદાજે રૂ. ૨૨,૦૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સ, પ્રીમિયર એનર્જી, આર્કેડ ડેવલપર્સ અને નોર્ધન આર્ક કેપિટલ કંપનીઓના આઈપીઓ મૂડી બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં મોટાભાગની કંપનીઓનું વેલ્યુએશન ઊંચું હોવાથી રોકાણકારો પ્રાઇમરી માર્કેટમાં નાણાં રોકવાનું પસંદ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આઇપીઓમાં સક્રિયપણે ભાગ લઈ
રહ્યા છે.

કોર્પોરેટ ક્ષેત્રે પણ હલચલ ચાલુ રહી છે. વેદાંતા જૂથની હિંદુસ્તાન ઝિન્ક ચાલુ નાણાકીય વર્ષમાં તેના શેરધારકોને સ્પેશિયલ ડિવિડંડ પેટે રૂ. ૮૦૦૦ કરોડ ચૂકવશે. અ અંગે નિર્ણય લેવા કંપની મંગળવારે બેઠક યોજી શકે છે. આમાંના ૩૦ ટકા અથવા તો રૂ. ૨,૪૦૦ કરોડ સરકારને ફાળે અને રૂ. ૫,૧૦૦ પ્રમોટર વેદાંતાને ફાળે જશે. વેદાંતા તેનો ૩.૩૧ ટકા હિસ્સો ઓએફએસ મારફત વેચી રહી છે.
ગુડલક ઇન્ડિયા લિમિટેડ ક્ષમતા વિસ્તરણ હાથ ધરી રહી છે. કંપની પહેલેથી જ સારા કલાયન્ટ અને માગ ધરાવતી હોવાથી હવે માત્ર ક્ષમતા વિસ્તરણ પર ફોકસ કરવું જરૂરી હોવાનું પ્રવકતાએ જણાવ્યું હતું. ઓટો અને ડિફેન્સ સેકટરની માગ વધી રહી છે અને આ માટે કંપનીએ તાજેતરમાં ફંડ રેઇઝિંગના ક્વિપ રાઉન્ડ મારફત રૂ. ૨૦૦ કરોડ એકત્ર કર્યા છે. ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રની માગ પૂરી કરવા માટે કંપનીએ ગુડલક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પ્રઇવેટ લિમિટેડ ફ્લોટ
કરી છે.

વીવો ગ્રૂપની સબ-સ્માર્ટફોન બ્રાન્ડ આઇકૂ ઇન્ડિયાએ સાયબરમીડિયા રિસર્ચના સહયોગ સાથે આઇકૂ ક્વેસ્ટ રિપોર્ટ ૨૦૨૪ રજૂ કર્યો છે, જેમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાના સાત દેશોમાં ૨૦-૨૪ વર્ષની વયના ૬,૭૦૦ પ્રતિભાવકોના વિચારો અનેે વલણોનું વિશ્ર્લેષણ છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના યુવાઓ પર સામાજિક દબાણ વધુ હોવા છતાં તેઓ કારકીર્દીની બાબતે ટોપ રેન્ક પર છે.

માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડે રૂ. ૬૦૦ કરોડની ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. એરિસઇન્ફ્રા બીટુબી ટેકનોલોજી ઇનેબલ્ડ કંપની છે, જે ક્ધસ્ટ્રકશન મડિરિયલની સંપૂર્ણ પ્રાપ્તિની પ્રક્રિયાને સરળ અને ડીજીટલાઇઝ્ડ બનાવી પ્રોક્યોર્મેન્ટ પ્રોસેસને કાર્યદક્ષ બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker