નિલેશ વાઘેલા
મુંબઇ: મંદીની ભીંસમાં સપડાઈ ગયેલા શેરબજારમાં એકાએક ૧૭૦૦ પોઇન્ટ સુધીનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૪,૮૫૦ પોઇન્ટની સપાટીની ઉપર પહોંચ્યો હતો. અદાણીના સ્ટોકમાં સવારે વધુ ૧૧%. નો કડાકો બોલાયા બાદ તે ઘટાડો પચાવીને આગળ વધી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈસમાં તો ચાર ટકા નો ઉછાળો જોવાયો છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બે ટકા સુધી ઊછળ્યો હતો. ઝીંકા લોજી સ્ટીક ના શેર ત્રણ ટકાના પ્રીમિયમ સાથે લીસ્ટ થયા બાદ તેમાં છ ટકાનો કડાકો જોવા મળ્યો છે. એનટીપીસી ગ્રીન નો આઈપીઓ છેક ત્રીજા દિવસે ભરાયો છે.
શેરબજારમાં શુક્રવારે સવારથી જ રિબાઊંડ જોવા મળ્યું હતું અને બેન્ચ માર્ક પાંચ મહિનાના તળિયેથી પાછો ફર્યો હતો. સવારના સત્રમાં જ સેન્સેકસ લગભગ ૮૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૮૦૦૦ પોઇન્ટની સપાટી નજીક પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી એ ૨૪,૬૦૦ની સપાટી વટાવી નાખી હતી. બજારના સાધનો અનુસાર અમેરિકાના લેબર માર્કેટના ડેટા સાનુકૂળ જણાતા એશિયાના બજારોમાં આવેલા સુધારા ઉપરાંત ખાસ કરીને રિલાયન્સ ઇન્ડેક્સ બ્લૂચિપ શેરોની લેવાલીએ બેન્ચ માર્ક ને આગેકૂચમાં મદદ કરી હતી.
Also read: Stock Market : શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી, સેન્સેક્સમાં 569. 93 પોઇન્ટનો ઉછાળો
અદાણી ગ્રૂપ અને ભૌગોલિક રાજકીય તણાવ અંગે ચાલી રહેલી ચિંતાઓ છતાં ભારતીય શેરબજારો શુક્રવારે ઉંચા મથાળે ખૂલ્યા હતા અને પાંચ મહિનાની નીચી સપાટીથી વળ્યા હતા. મજબૂત યુએસ લેબર માર્કેટ ડેટા અને અન્ય એશિયન બજારોમાં સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે સેન્સેક્સ અને નિફ્ટી50માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે, ભારતીય રૂપિયો યુએસ ડૉલરની સામે રેકોર્ડ નીચી સપાટીએ નબળો પડ્યો હતો.