એક્સચેન્જના માર્કેટ કેપમાં ₹ 2.82 લાખ કરોડની વૃદ્ધિ...
Top Newsવેપાર

એક્સચેન્જના માર્કેટ કેપમાં ₹ 2.82 લાખ કરોડની વૃદ્ધિ…

મુંબઇ: અમેરિકા સાથે ટ્રેડ ડીલ પાર પડવાના આશાવાદ વચ્ચે આવેલી સાર્વત્રિક લેવાલી વચ્ચે એકમાત્ર એફએમસીજી સેકટરના સેરોમાં નરમાઇ જોવા મળી હતી. એ સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.

સર્વિસીસ ટેલિકોમ્યુનિકેશન અને ઓટોમાં ઝડપી ઉછાળા સાથે એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. 2.82 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.

સેન્સેક્સની 28 સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે 2 સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.62 ટકા અને બીએસઈ સ્મોલકેપ 0.66 ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.79 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.72 ટકા વધ્યો હતો.

મંગળવારે સેન્સેક્સ ગત સોમવારના 81,785.74ના બંધથી 594.95 પોઈન્ટ્સ (0.73 ટકા) વધ્યો હતો. સેન્સેક્સ 81,852.11 ખૂલીને નીચામાં 81,779.94 સુધી અને ઊંચામાં 82,443.48 સુધી જઈને અંતે 82,380.69 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.

માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 460.05 લાખ કરોડથી રૂ. 2.82 લાખ કરોડ વધીને રૂ. 462.87 લાખ કરોડ રહ્યું હતું.

એકમાત્ર એફએમસીજી સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ સર્વિસીસ 1.67 ટકા, ટેલિકોમ્યુનિકેશન 1.5 ટકા, ઓટો 1.43 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 1.05 ટકા, ટેક 1.05 ટકા, રિયલ્ટી 1.02 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી 0.96 ટકા, કોમોડિટીઝ 0.9 ટકા, કેપિટલ ગુડ્સ 0.89 ટકા, મેટલ 0.88 ટકા અને યુટિલિટીઝ 0.87 ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી 0.1 ટકા ઘટ્યો હતો.

એક્સચેન્જમાં 4,309 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 2,507 સ્ટોક્સ વધ્યા હતા, 1,606 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 196 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 155 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 5ંચાવન સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. નવ સ્ટોક્સને ઉપલી જ્યારે 7 સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 217.40 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 1,017 સોદામાં 1,317 કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ 20,44,989 કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ (અનુમાનિત) ટર્નઓવર રૂ. 38,61,510.60 કરોડનું રહ્યું હતું.

આ પણ વાંચો…યુએસ – ઇન્ડિયા ટ્રેડ ટોકની કીક મળતાં સેન્સેક્સ ૫૯૫ પોઇન્ટ ઊછળ્યો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button