વેપાર

શૅરબજારમાં સુધારાની ચાલ, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ પર

મુંબઇ: શેરબજાર માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ ખૂબ જ અફડાતફડીથી ભરપૂર હતૂં. ખાસ કરીને અંતિમ સત્રમાં તો તેજીમંદીની સુનામી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ટેકનોલોજી અને આઈટી ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યા અને એફએમસીજી સૌથી અધિક ઘટ્યો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૨૨૬.૭૦ કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૨૮૮૦.૦૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી.

ફેડરલ પોલિસી પરિણામની જાહેરાત પહેલા મિશ્ર વૈશ્ર્વિક સંકેતોની આગેવાની હેઠળ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ૧૩મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સતત ચોથા સપ્તાહમાં ઊંચા સ્તરે બંધ થયા હતા, જ્યારે એફઆઇઆઇની ખરીદી, ભારતના સારા સીપીઆઇ અને આઇઆઇપી ડેટાએ સાપ્તાહિક ખોટ ઘટાડવા બેન્ચમાર્કને મદદ કરી હતી. આ અઠવાડિયે, સેન્સેક્સ ૬૨૩.૦૭ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા વધીને ૮૨,૧૩૩.૧૨ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી૫૦ ઈન્ડેક્સ ૯૦.૫ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૨૪,૭૬૮.૩૦ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો. વ્યાપક બજારમાં એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

સપ્તાહ દરમિયાન મિડ-કેપ ઈન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો. મુખ્ય ગેઇનર્સ રહેલા શેરોમાં ડેલ્હીવરી, ક્લિન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ક્રિસિલ, મેક્સ હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ, મુથૂટ ફાઈનાન્સનો સમાવેશ હતો, જ્યારે ઈમામી, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, બાયોકોન, ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ, યુકો બેંક, સન ટીવી નેટવર્ક, સોના બીએલડબલ્યુ પ્રિસિઝન ફોર્જિંગ, કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ, કેસ્ટ્રોલ ટોપ લુઝર્સ બન્યા હતા.

જ્યારે લાર્જ-કેપ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા વધ્યો હતો, જેમાં એલટીઆઇમાઇન્ડટ્રી, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, વિપ્રો, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની ટોપ ગેઇનર્સની યાદીમાં હતા, જ્યારે ટોપ લુઝર્સ શેરોની યાદીમાં ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઝોમેટો, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ડિવિસ લેબોરેટરીઝ, ઇન્ડસ ટાવર્સ, એવન્યુ સુપરમાર્ટ્સનો સમાવેશ હતો.

સ્મોલ-કેપ ઇન્ડેક્સ નજીવો ડાઉન હતો. સેન્ટ્રમ ઈલેક્ટ્રોનિક્સ, સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ કંપની, ગોકલદાસ એક્સપોર્ટ્સ, ગ્રીવ્સ કોટન, કાઈટેક્સ ગારમેન્ટ્સ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર, ઈન્ડો કાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ, વેરોક એન્જિનિયરિંગ, વિધી સ્પેશિયાલિટી ફૂડ ઈન્ગ્રેડિયન્ટ્સ, કેન્ટાબિલ રિટેલ ઈન્ડિયા, પરમેનન્ટ મેગ્નેટ ૧૪-૩૬ ટકા વચ્ચે વધ્યા હતા, જ્યારે એબ હોલ્ડિંગ ટકા વધ્યા હતા. ઇકેઆઇ એનર્જી સર્વિસીસ, ન્યુલેન્ડ લેબોરેટરીઝ, સેફાયર ફૂડ્સ ઈન્ડિયા, જના સ્મોલ ફાઈનાન્સ બેંક, ગોપાલ સ્નેક્સ ૧૦-૧૪ ટકા વચ્ચે તૂટ્યા છે.

પ્રાઇમરી માર્કેટમાં નવા ભરણાંનો ગરમાટો ફરી શરૂ થયો છે. બ્લેકસ્ટોન સમર્થિત ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા (આઇજીઆઇ), ઇન્વેંચર નોલેજ સોલ્યુશન, વિશાલ માર્ટ, મોબિક્વિક અને સાઇ ક્લિનિક પ્રવેશી ચૂક્યા છે. મમતા મશીનરીનો આઈપીઓ ૧૯મી ડિસેમ્બરે ખુલશે. અન્ય પાંચ મેઇનબોર્ડ આઇપીઓની તારીખ આજે જાહેર થશે. કોર્પોરેટ હલચલ સારી રહી હતી. ભારતની આઉટ-ઓફ-હોમ (ઓઓએચ) એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી, બ્રાઈટ આઉટડોર મીડિયા લિમિટેડને ધી ગ્રેટ ઈન્ડિયન આઈપીઓ સમિટ એન્ડ એવોર્ડ્સ ૨૦૨૪માં, ગ્રેટ ઈન્ડિયન આઈપીઓ ગેમ ચેન્જરનું બિરુદ એનાયત કરવામાં આવ્યું છે.

પાવરફૂલ ગ્રુપે આંતરપ્રિન્યોરશિપ, ઇન્વેસ્ટમેન્ટ અને રૂરલ ડેલવપમેન્ટના અગ્રણીઓને એક છત્ર નીચે એકત્ર કરનાર ધી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ ૨૪નું આયોજન કર્યું હતું. આ કોનકલેવનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કોલેબોરેશન મારફત રોકાણને અસરકારક બનાવી આર્થિક વિકાસ સાધવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે. પાવરફુલ ગ્રુપ દેશમાં ૫૦,૦૦૦ રોજગાર તકો ઊભી કરવાની નેમ ધરાવે છે.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૦ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૫ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા, બીએસઈ મિડકેપ ૦.૨૨ ટકા વધ્યા હતા અને બીએસઈ સ્મોલકેપ ૦.૧૬ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ૧.૧૯ ટકા ઘટ્યો અને એસએમઈ આઈપીઓ ૪.૫૮ ટકા વધ્યો હતો.

સેકટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ ટેક ૨.૯૨ ટકા, આઇટી ૨.૬૨ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૭૬ ટકા, રિયલ્ટી ૦.૬૯ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૩૪ ટકા અને મેટલ ૦.૧૭ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૧.૪૫ ટકા ટકા, હેલ્થકેર ૧.૦૩ ટકા, ઓઇલ એન્ડ ગેસ ૦.૯૧ ટકા, પીએસયુ ૦.૮૪ ટકા, પાવર ૦.૭૪ ટકા અને ઓટો ૦.૫૬ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલી પાંચ સ્ક્રિપ્સમાં ભારતી એરટેલ (૪.૯૯ ટકા), બજાજ ફાઇનાન્સ (૪.૫૬ ટકા), ઇન્ફોસિસ (૩.૮૩ ટકા), બજાજ ફિનસર્વ (૨.૬૦ ટકા) અને એચસીએલટેક (૨.૩૦ ટકા)નો સમાવેશ હતો. જ્યારે, સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર (૩.૯૬ ટકા), એનટીપીસી (૩.૪૦ ટકા), ટાટા મોટર્સ (૩.૩૧ ટકા), એક્સિસ બેન્ક (૩.૨૬ ટકા) અને રિલાયન્સ (૩.૦૨ ટકા)નો સમાવેશ હતો.

સેન્સેક્સમાંની ૧૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૩ ઘટી હતી. બીએસઈ ૧૦૦માં ૪૮ કંપનીઓ વધી, ૫૨ કંપનીઓ ઘટી. બીએસઈ ૨૦૦માં ૯૧ કંપનીઓ વધી, ૧૦૯ કંપનીઓ ઘટી. બીએસઈ ૩૦માં ૧૭ કંપનીઓ વધી, ૧૩ કંપનીઓ ઘટી. બીએસઈ ૫૦૦માં ૨૧૪ કંપનીઓ વધી, ૨૮૬ કંપનીઓ ઘટી. ૫૨ મિડકેપ કંપનીઓ વધી, ૮૦ કંપનીઓ ઘટી. ૩૮૪ સ્મોલ કેપ કંપનીઓ વધી, ૫૬૦ કંપનીઓ ઘટી અને એક કંપની સ્થિર રહી.

’એ’ ગ્રુપની ૭૨૪ કંપનીઓમાંથી ૩૧૪ કંપનીઓના ભાવ વધ્યા, ૪૧૦ કંપનીઓના ભાવ ઘટ્યા. બી ગ્રુપની ૧,૨૦૧ કંપનીઓમાંથી ૪૯૫ વધી હતી, ૭૦૩ ઘટી હતી અને ત્રણ સ્થિર રહી હતી. સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૪,૫૩૯.૦૮ કરોડની ચોખ્ખી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૨,૦૫૭.૦૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button