Stock Market LIVE: Nifty Above 23,600, Sensex Gains 300+ Points
ટોપ ન્યૂઝવેપારશેર બજાર

રોકાણકારોને હાશકારો; ગ્રીન સિગ્નલમાં ખુલ્યું શેર બજાર, આ શેરોમાં ઉછાળો નોંધાયો

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી ગગડી રહેલું ભારતીય શેરબજાર આજે ગુરુવારે ગ્રીન સિગ્નલમાં ખુલતા રોકાણકારોએ રાહતનો શ્વાસ (Indian stock market opening) લીધો છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ SENSEX 300 પોઈન્ટના ઉછાળા સાથે 77,813 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ NIFTY 40 પોઈન્ટના ઉછાળા સાથે 23,600 પોઈન્ટ પર ખુલ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા બજારના ઘટાડા પર આજે બ્રેક લાગી રહી છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે, જેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.


Also read: શેરબજારમાં રૂ. ૧૩ લાખ કરોડ સ્વાહા, ચાંદીમાં કિલોએ રૂ. ૧૪૯૫નો જોરદાર ઉછાળો…


વધતા અને ઘટતા શેર: આજના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 13ની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. વધતા શેરોમાં HCL ટેક 1.57 ટકા, NTPC 0.72 ટકા, રિલાયન્સ 0.56 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.55 ટકા, HDFC બેન્ક 0.42 ટકા, SBI 0.48 ટકા, ટેક મહિન્દ્રા 0.39 ટકા, ઇન્ફોસિસ 0.31 ટકા, Axis 0.20 ટકા, ફિન20 ટકાનો સમાવેશ થાય છે.

જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ 2.08 ટકા, પાવર ગ્રીડ 1.57 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.25 ટકા, એચયુએલ 1.12 ટકા, મારુતિ 0.76 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી રહી છે. માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે.


Also read: શેરબજારમાં આજે પણ મોટો ધબડકો, જાણો કારણો!


છેલ્લા 3 દિવસમાં 15 લાખ કરોડનું ધોવાણ: ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 12 જૂન 2024 ના સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Back to top button