વેપારશેર બજાર

શૅરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર, કોર્પોરેટ પરિણામને આધારે શૅરલક્ષી કામકાજ જોવા મળશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારનું ધ્યાન ફરી એકવાર જેરોમ પોવેલની સ્પીચ પર મંડાયેલું છે. એ જ સાથે, આર્થિક ડેટાની પણ પ્રતીક્ષા છે. આગામી દિવસોમાં કોન્સોલિડેશન વચ્ચે કોર્પોરેટ પરિણામને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે.

બજારના નિષ્ણાતોના મતે, મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ ડેટા, ઓટો વેચાણના માસિક આંકડા, યુએસ જોબ ડેટા અને આગામી સપ્તાહમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંભવિત એકત્રીકરણ વચ્ચે એકંદર સેન્ટિમેન્ટ સકારાત્મક રહી શકે છે.

ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ થાક ખાવા માટે વિરામના સંકેતો દર્શાવે છે. દૈનિક ચાર્ટ પર સ્મોલ બેરિશ કેન્ડલની રચના થોડા સત્રો માટે રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગમાં સંભવિત શિફ્ટ સૂચવે છે, જે અગાઉના બજારચક્રમાં જોવા મળેલી પેટર્ન છે. જો કે, આ કોન્સોલિડેશન કામચલાઉ રહેવાની ધારણા છે, નજીકના ભવિષ્યમાં વધુ એક અપવર્ડ બ્રેકઆઉટની શક્યતા છે. નિફ્ટી વધતી ચેનલ બ્રેકઆઉટ ઉપર સાપ્તાહિક બંધ સાથે મજબૂતી દર્શાવે છે. ટૂંકા ગાળામાં નિફ્ટી ૨૬,૫૦૦ સુધી આગળ વધી શકે છે.

કંપનીઓ આ અઠવાડિયે તેમના પ્રી-ક્વાર્ટરલી અપડેટ્સ બહાર પાડશે. દરમિયાન બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો ખાસ કરીને સપ્ટેમ્બરની બેઠકમાં નોંધપાત્ર ૫૦ બેસિસ રેટ કટ પછી, યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ૩૦ સપ્ટેમ્બરના રોજના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત અમેરિકાના માસિક જોબ ઓપનિંગ્સ અને ક્વિટ્સ, બેરોજગારી દર, નોન-ફાર્મ પેરોલ્સ, વાહનોનું વેચાણ અને યુએસમાંથી ફેક્ટરી ઓર્ડર ડેટા પર પણ રોકાણકારોની નજર રહેશે. સ્થાનિક મોરચે, ઓગસ્ટ માટે રાજકોષીય ખાધ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા અને ૨૦૨૪ ના જૂન ક્વાર્ટર માટે કરંટ આકાઉન્ટ અને એક્સટર્નલ ડેટના આંકડા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે તમામ ૩૦ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. વધુમાં, મેન્યુફેકચરિંગ અને સર્વિસીસ પીએમઆઇના સપ્ટેમ્બર ડેટા અનુક્રમે ૧ ઓક્ટોબર અને ૪ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

એફઆઈઆઈએ છેલ્લા સપ્તાહ દરમિયાન કેશ સેગમેન્ટમાં રૂ. ૩,૯૩૩ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં રૂ. ૨૨,૪૦૪ કરોડના ખરીદદારો રહ્યા હતા, જ્યારે સપ્તાહમાં ડીઆઈઆઈ પાસેથી રૂ. ૧૫,૯૬૨ કરોડની જંગી ખરીદી થઈ હતી. મહિના માટે કુલ પ્રવાહ રૂ. ૨૪,૨૧૨ કરોડ થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button