દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ, વેપાર શુષ્ક
વેપાર

દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ, વેપાર શુષ્ક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 14 સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર શુષ્ક રહેતાં દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરેત 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1255, સોયા રિફાઈન્ડના રૂ. 1245 અને સન રિફાઈન્ડના રૂ. 1415, ઈમામીના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1260 અને રૂ. 1250, ગોદરેજ એગ્રોવેટના આરબીડી પામોલિનના રૂ. 1240, એવીઆઈના આરબીડી પામોલિનના રૂ. 1260, પતંજલિ ફૂડ્સના આરબીડી પામૌલિનના રૂ. 1275 અને ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1255 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે અને છૂટાછવાયા રવાનગીના કામકાજ થયાના અહેવાલ હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1425, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1580ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2100માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1300માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

આ પણ વાંચો…આયાતી તેલમાં ધીમો સુધારો, વેપાર છૂટાછવાયા…

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button