વેપાર
કોપર અને બ્રાસની અમુક વેરાઈટી અને ઝિન્કમાં નરમાઈ
મુંબઈ: ગત એપ્રિલ મહિનામાં ચીનની કોપરની આયાતમાં ઘટાડો થયો હોવાનાં અહેવાલો ઉપરાંત આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની અમુક વેરાઈટીઓ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારની નરમાઈ જોવા મળી હતી. કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સુધારો આવ્યો હતો. ચીનની માગ જળવાઈ રહેવા અંગે શંકા સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ટનદીઠ ૯૯૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.