વેપાર

હાજર ખાંડમાં નરમાઈ, નાકા ડિલિવરીમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે ખાસ કરીને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી આઠનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ અનુસાર સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫નો વધારો અને ઉપલા મથાળેથી રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. પાંચ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતા ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે ખપપૂરતા કામકાજો અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ચારથી આઠ ઘટીને રૂ. ૩૭૨૨થી ૩૭૪૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૦૨થી ૩૯૫૦માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ તેમ જ માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫ વધીને અને ઉપલા મથાળેથી રૂ. પાંચ ઘટીને રૂ. ૩૬૫૫થી ૩૬૭૫ના મથાળે અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. પાંચ ઘટીને રૂ. ૩૭૩૫થી ૩૭૭૫ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button