વેપાર

પાંખાં કામકાજે ખાંડમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૭૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પાંખી રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી ૧૮નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ માગ અનુસાર સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર અને ઉપલા મથાળેથી રૂ. ૧૮ ઘટીને રૂ. ૩૬૬૨થી ૩૭૬૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૪૬થી ૩૯૦૦માં ટકેલા ધોરણે થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૯૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦ના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. ૨૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૫૦થી ૩૭૦૦માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker