વેપાર અને વાણિજ્ય

આરબીડી પામોલિન અને સોયા ડિગમમાં નરમાઈ, વેપાર નિરસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં ૩૩ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૬૦ રિંગિટનો કડાકો બોલાઈ જતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ખાસ કરીને ક્રૂડ પામતેલ, આરબીડી પામોલિન અને સોયા ડિગમના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. નવનો, રૂ. સાતનો અને રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હોવાથી અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૨૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૦, સોયા ડિગમના રૂ. ૯૨૮, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૩૦, સિંગતેલના રૂ. ૧૫૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫થી ૯૨૫માં અને રૂ. ૧૪૫૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૨૫માં થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૩૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૪૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૬૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૬૫માં થયાના અહેવાલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો