નાકા ડિલિવરી ધોરણે ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૧૨થી ૩૭૮૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૩૮૯૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પાંખી રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૫૦થી ૩૬૯૦માં અને મિડિયમ ગ્રેડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૭૯૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.