ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ | મુંબઈ સમાચાર
વેપાર

ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે કોપર સહિતની અમુક ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ પીછેહઠ જોવા મળી હતી. મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦નો અને કોપરની અમુક વેરાઈટી તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. આજે મુખ્યત્વે કોપર વાયરબાર, ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૭, રૂ. ૨૨૬૨ અને રૂ. ૧૩૮૩ના મથાળે રહ્યા હતા.

Back to top button