વેપાર અને વાણિજ્ય

ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦નું ગાબડું પડ્યું હતું. વધુમાં ટીનની આગેવાની હેઠળ કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર કોપર વાયરબારમાં ઘટ્યા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. સાત વધી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ધાતુનાં મુખ્ય વપરાશકાર દેશ ચીનની માગ નિરસ રહેતાં કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિકમાં પણ એકંદરે કામકાજો પાંખાં હતાં. જોકે, આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦ ઘટીને રૂ. ૨૧૨૨ના મથાળે રહ્યા હતા.

વધુમાં ટીનની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ નિરસ માગે નરમાઈનું વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૪૬૮ અને રૂ. ૧૬૦ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૦૭, રૂ. ૬૪૮ અને રૂ. ૨૨૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એક માત્ર કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૭૫૦ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…