સ્મોલ ગે્રડની ખાંડમાં માગ અને ગુણવત્તાનુસાર મિશ્ર વલણ | મુંબઈ સમાચાર
વેપાર

સ્મોલ ગે્રડની ખાંડમાં માગ અને ગુણવત્તાનુસાર મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ
મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતાં સ્મોલ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહ્યું હતું અને ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. 10નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગે્રડમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની ખપપૂરતી માગ રહેતાં ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો.

આપણ વાંચો: હાજર ખાંડમાં માગને ટેકે ધીમો સુધારો

જોકે, સ્મોલ ગે્રડની ખાંડમાં રિટેલ સ્તરની માગ તથા માલની ગુણવત્તાને અનુલક્ષીને વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3992થી 4052માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4062થી 4132માં ટકેલા ધોરણે થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3920થી 3950માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3970થી 4000માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button