સ્મોલ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ | મુંબઈ સમાચાર

સ્મોલ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગત શનિવારે સ્મોલ ગ્રેડની ખાંડમાં મહારાષ્ટ્રની સ્થાનિક ઉપરાંત દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી જળવાઈ રહી હોવા છતાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. ૨૪નો ઘટાડો આવ્યો હતો. જોકે આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Back to top button