મિડિયમ ગ્રેડની ખાંડમાં ગુણવત્તાલક્ષી ધીમો સુધારો
જૂનમાં મુક્ત વેચાણ માટે ૨૫.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો જોવા મળ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ટકેલાં રહ્યાના અહેવાલ હતા. વધુમાં આજે સરકારે આગામી જૂન મહિનાના મુક્ત વેચાણ માટે ૨૫.૫૦ લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો હોવાનું ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ વિભાગે એક ઓર્ડરમાં જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની તેમ જ રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગને ટેકે આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૦૦થી ૩૮૦૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.