વેપાર

ખાંડમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક સ્તરની તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહેતાં ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની જળવાઈ રહેલી આવક સામે રિટેલ સ્તરની તેમ જ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ગુણવત્તાલક્ષી સુધારા સાથે રૂ. ૩૭૦૦થી ૩૭૯૬માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button