વેપાર

સોનામાં ₹ ૧૭૧નો અને ચાંદીમાં ₹ ૩૦૮નો ધીમો ઘટાડો

ચાંદીમાં પ્રબળ ઔદ્યોગિક અને રોકાણલક્ષી માગ સામે પુરવઠો તંગ રહેતાં વૈશ્ર્વિક ભાવ ૩૪ ડૉલર સુધી પહોંચી શકે: એએનઝેડ

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦૮નો ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. આજે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ ઘટતી બજારમાં માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦૮ ઘટીને રૂ. ૮૮,૩૫૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧ ઘટીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૪,૫૩૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૪,૮૩૮ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં બહુધા નીતિઘડવૈયાઓ હળવી નાણાનીતિ અખત્યાર કરવામાં સહમત થયા હતા અને વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આગામી વ્યાજદરમાં કપાત માટે ડેટા પર અવલંબન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ ફેડરલની મિનિટ્સની જાહેરાત પશ્ર્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી અનુક્રમે ૦.૩ ટકા વધીને ૨૬૧૫.૧૯ અને ૦.૨ ટકા વધીને ૨૬૩૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker