વેપાર

સિંગતેલમાં ₹30 નો ઘટાડો, જનતાને સસ્તું મળશે ?

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૫૩ રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે ગુજરાતના મથકો પર દેશાવારોની નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૫૦નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૩૫નો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં પણ દેશી તેલમાં નરમાઈનું વલણ રહ્યું હતું જેમાં સિંગતેલ અને સરસવના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૩૦નો અને રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.


Also read: ડૉલરમાં તેજી અટકતા વિશ્વ બજાર પાછળ સોનામાં ₹866નું અને ચાંદીમાં ₹1844નું બાઉન્સબૅક


પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજરોજ જેએનપીટી બંદર પર ૧,૧૩,૧૧૯.૫૭૩ ટન વિવિધ ખાદ્યતેલનો સ્ટોક હતો, જેમાં ૪૨,૩૦૧.૧૬૨ ટન આરબીડી પામોલિન, ૨૩૪.૭૨૭ ટન ક્રૂડ સોયા ડિગમ તેલ, ૨૭,૮૮૫.૮૨૨ ટન ક્રૂડ પામતેલ, ૪૨૪૭.૭૫૦ ટન ક્રૂડ પામતેલ, ૪૨૪૭.૭૫૦ ટન ક્રૂડ પામ કર્નેલ તેલ અને ૩૮,૪૫૦.૧૧૨ ટન ક્રૂડ સનફ્લાવર તેલનો સમાવેશ થતો હતો.

જોકે, આજે સપ્તાહના આરંભે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર અત્યંત નિરસ રહ્યા હતા. તેમ જ ડાયરેક્ટ ડિલિવરી શરતે માત્ર ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં જેએનપીટીથી રૂ. ૧૩૯૦, કંડલાથી રૂ. ૧૩૮૦ અને મેંગ્લોરથી રૂ. ૧૩૭૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.


Also read: ખાંડમાં ના ભાવમા આટલો ઘટાડો , આજે સ્થિતિ શું હશે?


આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આબીડી પામોલિનના રૂ. ૧૩૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૬૫, સન રિફાઈન્ડના રૂ. ૧૪૦૦, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૭૦ અને સરસવના રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button