વેપાર

સિંગતેલમાં ₹ ૧૦નો ઘટાડો

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૦ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૧૧ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વિશ્ર્વ બજારનાં મિશ્ર અહેવાલ અને કામકાજો પાંખાં રહ્યા હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ સોયા ડિગમમાં રૂ. ૧૦, આરબીડી પામોલિનમાં રૂ. સાત તથા સોયા રિફાઈન્ડ, સન રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. પાંચ વધી આવ્યા હતા, જ્યારે આરબીડી પામોલિનમાં રૂ. બેનો ઘટાડો આવ્યો હતો.

વધુમાં આજે સૌરાષ્ટ્રના મથકો પર ખાસ કરીને સિંગતેલમાં સ્થાનિક તથા દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનના ભાવમાં અલાનાના રૂ. ૯૩૦ અને ગોલ્ડન એગ્રીના જેએનપીટીથી રૂ. ૯૩૮, મેંગ્લોરથી રૂ. ૯૨૫ અને કંડલાથી રૂ. ૯૨૮ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૩૩, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૩૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે માત્ર રૂચીના છૂટાછવાયા વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૫થી ૯૨૬માં થયા હતા. આ સિવાય સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના ભાવ રૂ. ૯૧૮થી ૯૧૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નિરસ રહ્યા હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૨૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૩, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૦થી ૯૪૫, સોયા ડિગમના રૂ. ૮૮૫, સન રિફાઈન્ડના રૂ. ૯૬૦, સન ક્રૂડના રૂ. ૯૦૫, સિંગતેલના રૂ. ૧૫૬૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૫ અને સરસવના રૂ. ૧૧૮૦ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button