સોનાચાંદીમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં, જોકે ઊંચા મથાળે ઘરાકીમાં ઓટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઝવેરી બજારમાં કામકાજની શરૂઆત સારા સુધારા સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા હતા.
સોનાચાંદીના ભાવમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં હતા પરંતુ, ઊંચી સપાટીએ લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાથી સહેજ ફ્રોફિટ બુકિંગ વચ્ચે ભાવ ઊંચી સપાટીથી થોડા નીચે આવ્યાં હતાં.
જોકે, સત્રને અંતે સોના અને ચાંદી પાછલા બંધ સામે ઊંચી સપાટીએ બંધ આપવામાં અને નવા લેવલની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યાં હતાં. શુદ્ધ સોનાએ દસગ્રામે રૂ. 62,000ની સપાટી અને ચાંદેી એક કિલોદીઠ રૂ. 71 200ની સપાટી વટાવી છે. વાયદા બજારમાં પણ સટ્ટાીકય લેવાલી વચ્ચે સુધારો રહ્યો હતો.
સ્થાનિક ઝવેરી બજાર ખાતે આઇબીજેએના ડેટા અનુસાર 999 ટચના શુદ્ધ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 61,743ના પાછલા બંધ સામે રૂ. 62,077ની સપાટીએ ખૂલીને અંતે રૂ. 274ના સુધારા સાથે રૂ. 62,017ની સપાટીએ સ્થિર થયું હતું.
જ્યારે 995 ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 61,496 પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. 61,828ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ અંતે ખૂલતા ભાવ સામે થોડા ઘસારા સાથે પાછલા બંધ સામે રૂ. 273નો સુધારો નોંધાવતા રૂ. 61,769ની સપાટીએ સ્થિર થયા હતા.
એ જ રીતે, .999 ટચની હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. 70,922ના પાછલા બંધ સામે મોટા ગેપ સાથે રૂ. 71,240ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ રૂ. 288ના સુધારા સાથે રૂ. 71,210 પ્રતિ કિલોના ભાવે સ્થિર થઇ હતી. વિશ્લેષકો માને છે કે ડોલર ઇન્ડેક્સની વોલેટાલિટી ચાલશે ત્યાં સુધી સોનાચાંદીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળશે. ઉ