વેપાર

વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૭૯૨ ઉછળીને ₹ ૯૨,૦૦૦ની પાર, સોનું ₹ ૫૦૨ ઝળક્યું

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદના ભાવમાં તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં લગભગ અઢી ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વધુ છ પૈસાની નરમાઈ જોવા મળી હોવાના નિર્દેશો સાથે આયાત પડતરો વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૦થી ૫૦૨ની તેજી આગળ ધપી હતા, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ કિલોદીઠ રૂ. ૧૭૯૨નો ઝડપી ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૯૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૯૨ની તેજી સાથે રૂ. ૯૨,૫૨૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજના ઝડપી ઉછાળાને પગલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનો કરંટ જળવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૦ વધીને રૂ. ૭૫,૪૪૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૦૨ વધીને રૂ. ૭૫,૭૫૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી નિરસ રહેવાની સાથે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત તેમ જ આવતીકાલના ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે હાજરમાં સોનાના ભાવમાં તેજીનો કરંટ જળવાઈ રહેતાં ભાવ ૧.૦૭ ટકા વધીને ઔંસદીઠ ૨૬૮૫.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૬૯૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૫૯ ટકા વધીને ઔંસદીઠ ૩૨.૬૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તેમના વક્તવ્યમાં હળવી નાણાનીતિના નિર્દેશો આપશે તેવા આશાવાદે આજે સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે. વધુમાં રોકાણકારોની નજર અમેરિકાના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીના સુધારીત ડેટા અને પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, બૅન્ક ઑફ અમેરિકાના વિશ્ર્લેષકે એક નોટ્સમાં તેના ક્લાયન્ટોને જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વનાં ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટ પશ્ર્ચાત્ સોનામાં આક્રમક તેજી જોવા મળી છે અને હાલ ભાવ ૨૦૦ દિવસની દૈનિક સરેરાશ સપાટી કરતાં ઉપર પ્રવર્તી રહ્યા છે અને બજાર ઓવરબોટ પોઝિશન જણાય છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…