વેપાર અને વાણિજ્ય

મિડકૅપ-સ્મોલકેપ સ્ટોક્સમાં તીવ્ર વેચવાલી: માર્કેટ કૅપમાં ત્રણ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સતત ત્રીજા દિવસની પીછેહઠ સાથે બીએસઇની માર્કેટ કેપમાં આ સત્રમાં રૂ. ત્રણ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. લાર્જકેપની તુલનાએ મિડકેપ-સ્મોલકેપ શેર્સ અધિક ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૫,૩૯૦.૫૦ થી ૨૨૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૫,૫૮૫.૪૦ ખૂલીને નીચામાં ૭૫,૦૮૩.૨૨ સુધી જઈને અંતે ૭૫,૧૭૦.૪૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૦ કંપનીઓ વધી હતી જ્યારે ૨૦ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩.૦૩ લાખ કરોડ ઘટીને રૂ. ૪૧૬.૯૨ લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા, બીએસઈ સ્મોલકેપ ૧.૦૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા, બીએસઈ મિડકેપ ૦.૬૩ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૫૩ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૮ ટકા જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૭૬ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ૦.૨૯ ટકા વધ્યો હતો જ્યારે રિયલ્ટી ૨.૨૨ ટકા, પાવર ૧.૮૬ ટકા, યુટિલિટીસ ૧.૫૫ ટકા, સર્વિસીસ ૧.૩૭ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૨૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૨૦ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૦૮ ટકા, એનર્જી ૧.૦૪ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૫ ટકા, મેટલ ૦.૬૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૬૧ ટકા, ટેક ૦.૪૬ ટકા, આઈટી ૦.૪૬ ટકા, કોમોડિટીઝ ૦.૪૧ ટકા, બેન્કેક્સ ૦.૩૪ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૨૮ ટકા, ઓટો ૦.૨૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૩ ટકા અને એફએમસીજી ૦.૦૩ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ્સ ૧.૩૦ ટકા, વિપ્રો ૦.૭૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૩૭ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૩૭ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૩૫ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ ૧.૬૪ ટકા, એનટીપીસી ૧.૧૬ ટકા, ટાટા મોટર્સ ૧.૧૨ ટકા, ટેક મહિન્દ્રા ૦.૯૭ ટકા અને ભારતી એરટેલ ૦.૯૫ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૩૦.૦૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૩૦૫ સોદામાં ૩૯૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૬૨,૭૬,૩૬૮ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress