સેન્સેક્સ ૮૮૫ પોઇન્ટ ગબડ્યો, માર્કેટ કેપ ₹ ૩૧૮.૮૯ લાખ કરોડ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સમીક્ષા હેઠળના ૧૬ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર સુધીના સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૬,૨૮૨.૭૪ના બંધથી ૮૮૫.૧૨ પોઈન્ટ્સ (૧.૩૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૬,૨૩૮.૧૫ ખૂલી, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૫૫૯.૮૨ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૫,૩૦૮.૬૧ સુધી જઈ અંતે ૬૫,૩૯૭.૬૨ પર બંધ રહ્યો હતો.
આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૧૮.૮૯ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૧૮ ટકા, મિડકેપ ઈન્ડેક્સ ૧.૩૧ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૨૦ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૧.૦૯ ટકા ઘટ્યા હતા. ગ્રીનેક્સ ૧.૩૧ ટકા અને કાર્બોનેક્સ ૧.૨૧ ટકા ઘટ્યા હતા.
સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર ઓટો ૦.૫૪ ટકા વધ્યો હતો, જ્યારે પીએસયુ ૧.૦૪ ટકા, રિયલ્ટી ૨.૨૯ ટકા, આીટી ૦.૮૩ ટકા, ટેક ૦.૯૬ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૪૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૫૫ ટકા, હેલ્થકેર ૧.૦૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૯૧ ટકા, બેન્કેક્સ ૧.૧૭ ટકા, મેટલ ૧.૦૧ ટકા, પાવર ૧.૪૫ ટકા અને એફએમસીજી ૧.૩૯ ટકા વધ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં નેસ્ટલે ઈન્ડિયા ૨.૯૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૫ ટકા, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૬૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૩૮ ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૦.૩૨ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં વિપ્રો ૪.૮૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૩.૬૫ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૩.૦૯ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૨.૫૬ ટકા અને આઈટીસી ૨.૨૯ ટકા ગબડ્યો હતો.
એ ગ્રુપની ૭૧૩ કંપનીઓમાં ૨૬૯ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૪૨ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ૨ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા, બી ગ્રુપની ૧,૦૦૬ સ્ક્રિપ્સમાંથી ૪૨૧ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૫૮૧ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને ચાર સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ.૩૧,૧૫૯.૫૨ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ.૧૦,૯૫૬.૧૪ કરોડનું ટર્નઓવર શુક્રવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ થયું હતું.
કેપિટલ માર્કેટમાં બ્લુ જેટ હેલ્થકેર ૨૫ ઓક્ટોબરે પ્રવેશ કરશે અને ભરણું ૨૭ ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ પ્રાઈસ બેન્ડ રૂ.૩૨૯થી રૂ.૩૪૬ પ્રતિ શેર નક્કી કરી છે. મિનિમમ બિડ લોટ ૪૩ ઇક્વિટી શેરનો છે. ભરણું સંપૂર્ણપણે ઓએફએસ છે. સ્કાય ગોલ્ડ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પસંદગીના ધોરણે ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. કંપની ઇક્વિટી શેર દીઠ રૂ. ૪૧૫ના ઇશ્યૂ પ્રાઇઝ પર પ્રત્યેક રૂ. ૧૦ની ફેસ વેલ્યુ સાથેના કુલ ૨૩,૩૨,૮૦૦ ઇક્વિટી શેર ઓફર કરવાની યોજના ધરાવે છે. કંપની જેમને પ્રેફ્રેન્શિયલ ધોરણે ઇક્વટી ફાળવવા ધારે છે તેમાં આશિષ કચોલિયા, બેંગાલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, નારાયણા ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, શ્રુતિ મુરલી અને એક્રોન ક્ધસલ્ટન્ટ્સ એલએલપી વગેરેનો સમાવેશ છે. આ સપ્તાહે મેઇન બોર્ડમાં એક અને એસએમઇ સેગમેન્ટમાં બે કંપની લિસ્ટેડ થશે.