વેપાર અને વાણિજ્ય

સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ૧,૪૪૯ પોઈન્ટ્સનો કડાકો

મુંબઇ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૫,૪૧૦.૩૯ના બંધથી ૧,૪૪૯.૦૮ પોઈન્ટ્સ (૧.૯૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૫,૬૫૫.૪૬ ખૂલી એ જ દિવસે ઉપરમાં ૭૬,૦૦૯.૬૮ અને ગુરૂવાર, ૩૦ મે, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૩,૬૬૮.૭૩ સુધી જઈ અંતે ૭૩,૯૬૧.૩૧ પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૧૨.૧૨ લાખ કરોડ રહ્યું હતું, જે ૨૪ મે, શુક્રવારના અંતે રૂ. ૪૧૯.૯૯ લાખ લાખ કરોડ હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૯૯ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૮૩ ટકા, બીએસઈ-૫૦૦ ૨ ટકા, બીએસઈ મિડકેપ ૧.૭૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૫૩ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ આઈપીઓ ૦.૭૫ ટકા અને એસએમઈ આઈપીઓ ૪.૫૩ ટકા ઘટ્યા હતા.

બધા સેકટરલ ઈન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં મુખ્યત્વે આઈટી ૩.૮૨ ટકા, ટેક ૩.૨૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૧૨ ટકા, ઓટો ૨.૨૬ ટકા, મેટલ ૨.૨૫ ટકા, એફએમસીજી ૨.૧૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૮૧ ટકા, હેલ્થ કેર ૧.૫૭ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૨૩ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૧૩ ટકા, એચડીએફસી બેન્ક ૦.૯૩ ટકા, સ્ટેટ બેન્ક ૦.૧૮ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૦.૦૯ ટકા આગળ વધ્યો હતો. જ્યારે સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં ટેક મહિન્દ્ર ૭.૫૭ ટકા, વિપ્રો ૫.૮૮ ટકા, ટાઈટન ૫.૨૯ ટકા, ટીસીએસ ૪.૯૪ ટકા અને મારુતિ સુઝુકી ૪.૮૬ ટકા ગબડ્યો હતો.

એ ગ્રુપની ૭૧૬ કંપનીઓમાં ૧૯૨ સ્ક્રિપ્સના ભાવ વધ્યા અને ૫૨૪ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. સેન્સેક્સમાંની ૫ાંચ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૫ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૧૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૮૪ સ્ક્રિપ્સ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૫૫ સ્ક્રિપ્સ વધી અને ૧૪૬ ઘટી હતી, મિડકેપમાંની ૧૨૭ સ્ક્રિપ્સમાંથી ૩૭ વધી અને ૯૦ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૯૯ સ્ક્રિપ્સમાંથી ૨૩૪ વધી અને ૭૬૫ ઘટી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા