
મુંબઇ: શેરબજાર એક દિવસના વિરામ બાદ ફરી જોમમાં આવ્યું છે. આજના સત્રમાં સેન્સેકસ લગભગ ૬૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યો છે જ્યારે નિફ્ટી ૧૯,૬૦૦ની ઉપર પહોંચ્યો છે.
યુએસ ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારે શરૂઆતના કામકાજમાં બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક ઉછળ્યા હતા.
સેન્સેક્સ કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, વિપ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને એક્સિસ બેન્ક ટોપ ગેઈનર્સ હતા.
જ્યારે પાવર ગ્રીડ, નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં સામેલ હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર ઉછાળા સાથે સમાપ્ત થયા.
ઓક્ટોબર યુએસ ફુગાવાના ડેટા શેરબજાર માટે ગેમ ચેન્જર છે. ઓક્ટોબરના 3.2 ટકા ફુગાવાનું સ્તર, અપેક્ષા કરતા ઘણું નીચું છે. વધુ મહત્વની વાત એ છે કે, કોર ફુગાવામાં મહિના-દર-મહિના ધોરણે માત્ર 0.2 ટકાનોવધારો છે, જે ભારે પોઝીટીવ બાબત હોવાનું જણાવતાં જિયોજીત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે
આ આંકડાઓમાંથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ફેડ દ્વારા દરમાં વધારો કરવામાં આવ્યો છે અને 2024માં રેટ કટની સમયરેખા ઘટવાની થવાની સંભાવના છે.
યુએસ બજારોમાં તીવ્ર રિકવરી ભારતમાં પણ પ્રતિબિંબિત થશે. ભારતમાં સીપીઆઈ ફુગાવામાં ઘટાડો એ પણ સાનુકૂળ પરિબળ છે.
દરમિયાન વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.33 ટકા વધીને 82.74 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ મંગળવારે રૂ. 1,244.44 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
હિન્દુ નવું વર્ષ, દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે મંગળવારે ઇક્વિટી બજારો બંધ રહ્યા હતા. સોમવારે બેન્ચમાર્ક 325.58 પોઈન્ટ અથવા 0.50 ટકા ઘટીને 64,933.87 પર સેટલ થયો હતો. નિફ્ટી 82 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 19,443.55 પર આવી ગયો હતો.