વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્સેક્સની તેજી અટકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સળંગ છ દિવસની આગેકૂચ અટકી ગઇ હતી. સત્ર દરમિયાન ખાસ કરીને ઓઈલ-ગેસ, એફએમસીજી અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ગુરુવારના ૭૭,૪૭૮.૯૩ના બંધથી ૨૬૯.૦૩ પોઈન્ટ્સ ઘટ્યો હતો. સેન્સેક્સ સતત છ સત્રો વધ્યા બાદ આજે ૦.૩૫ ટકા ઘટી જતાં માર્કેટ કેપ રૂ.૧.૩૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૪.૩૬ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૭,૭૨૯.૪૮ ખૂલીને ઊંચામાં ૭૭,૮૦૮.૪૫ સુધી અને નીચામાં ૭૬,૮૦૨.૦૦ સુધી જઈને અંતે ૭૭,૨૦૯.૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૧ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૯ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૩,૯૮૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૭૮૪ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૦૮૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૭ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૭૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે નવ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બધા બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસ ઘટ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ મિડકેપ ૦.૨૬ ટકા, સ્મોલકેપ ૦.૦૬ ટકા અને બીએસઈ ઓલકેપ ૦.૩૩ ટકા ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૮ ટકા અને બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૪ ટકા ઘટ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૦ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૮૯ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ ઓઈલ-ગેસ ૧.૨૮ ટકા, એફએમસીજી ૧.૦૮ ટકા, એનર્જી ૧.૦૨ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૬ ટકા, કોમોડિટીઝ ૦.૯૨ ટકા અને રિયલ્ટી ૦.૭૫ ટકા ઘટ્યા હતા. ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, યુટિલિટીઝ, બેન્કેક્સ અને હેલ્થકેર પણ ઘટ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ૧.૪૪ ટકા, ટેક ૧.૦૧ ટકા, સર્વિસીસ ૦.૭૪ ટકા, આઈટી ૦.૭૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૨ ટકા, પાવર ૦.૧ ટકા અને મેટલ ૦.૦૨ ટકા વધ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે ભારતી એરટેલ ૨.૩૨ ટકા, ઈન્ફોસિસ ૧.૦૮ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૫૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૫૪ ટકા, એનટીપીસી ૦.૫૦ ટકા અને કોટક બેન્ક ૦.૪૮ ટકા વધ્યા હતા.વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે અલ્ટ્રા સિમેન્ટ ૨.૨૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૭૮ ટકા, તાતા મોટર્સ ૧.૭૪ ટકા, નેસ્લે ૧.૭૧ ટકા, હિંદુસ્તાન યુનિલીવર ૧.૬૩ ટકા, તાતા સ્ટીલ ૧.૩૭ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૩૪ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૦૭ ટકા, આઈટીસી ૦.૮૯ ટકા, સ્ટેટ બેન્ક અને ટાઈટન ૦.૮૮ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૮૫ ટકા અને બજાજ ફિનસર્વ તેમ જ સન ફાર્મા ૦.૪૦ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.૪૦૯.૭૨ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૩,૩૫૫ સોદામાં ૫,૨૯૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૪૬,૯૧,૬૧૫ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.