વેપારશેર બજાર

આઇટી અને બેન્ક શૅરોની લાવલાવ વચ્ચે સેન્સેક્સ ૫૯૨ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી

મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે આઈટી અને બેન્કિંગ શેર્સમાં થયેલા વધારાને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારે લગભગ ૫૯૨ પોઈન્ટ વધ્યો હતો.સેન્સેક્સ ૫૯૧.૬૯ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઉછળીને ૮૧,૯૭૩.૦૫ના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન, તે ૬૯૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૮૪ ટકા વધીને ૮૨,૦૭૨.૧૭ ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ૧૬૩.૭૦ પોઈન્ટ અથવા ૦.૬૬ ટકા વધીને ૨૫,૧૨૭.૯૫ પર સેટલ થયો હતો. ઇન્ટ્રાડે ટ્રેડમાં, બેન્ચમાર્ક ૧૯૫.૫ પોઇન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૨૫,૧૫૯.૭૫ પર પહોંચ્યો હતો.સેન્સેક્સ પેકમાંથી, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, આઇટીસી, ઇન્ફોસીસ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ ગેઇનર્સ અને મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ટોપ લુઝર્સ રહ્યાં હતા.

માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે કોર્પોરેટ સેકટરના બીજા ક્વાર્ટરના પરિણામ નબળા આવવા અંગેની ધારણાની નકારાત્મક અસર અગાઉ જ ડિસ્કાઉન્ટ થઇ ગઇ હોવાથી ભારતીય બજાર સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરી રહ્યું છે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરના ઘટાડા પછી આઇટી અને નાણાકીય ક્ષેત્રોમાં આકર્ષણ વધી રહ્યું છે. જોકે, એક વર્ગ અનુસાર બજાર અનેક પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઇ રહ્યું છે. આમાં મુખ્યત્વે ઇરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં નવો વળાંક કેવો આવે છે અને તેની તીવ્રતા કેવી રહે છે તે મહત્ત્વનું છે. ચાઇના ફેકટર અને યુએસ ટ્રેઝરી બિલ્સની યિલ્ડમાં વધારા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલી વધુ તીવ્ર બનવાની આશંકા છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ) દ્વારા ઓકટોબર ૨૦૨૪ મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં જ રૂ. ૫૮,૭૧૧ કરોડના શેરોની જંગી વેચવાલી કરવામાં આવી છે. બજારની મુવમેન્ટને કોર્પોરેટ પરિણામ અસર કરશે અને આ પરિણામ નબળા આવવાની ચર્ચા છે. હ્યુન્ડાઈના આઇપીઓ પર પણ બજારની નજર રહેશે. આ ઉપરાંત યુએસ રીટેલ સેલ્સ ડેટા, ઇસીબીનો વ્યાજ દરનો નિર્ણય, ચાઇના જીડીપી ડેટાની પણ બજાર પર અસર જોવા મળશે.

વિપ્રો લિમિટેડેતેના પરિણામની જાહેરાત અગાઉ બોનસ શેર અંગે વિચારણાં કરવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ બજારને પ્રોત્સાહિત ના કરી શક્યા હોવાથી એવેન્યુ સુપરમાર્ટના શેરમાં સવારના સત્રમાં નવ ટકા જેવો કડાકો નોંધાયો હતો અને તેના માર્કેટ કેપિટલમાં રૂ. ૧૭,૯૦૦ કરોડ સુધીનું ધોવાણ થયું હતું.

હ્યુન્ડાઇનું જાહેર ભરણું મંગળવારે ખૂલે તે પહેલ તેનું જીએમપી માત્ર ત્રણ ટકા જેવું રહ્યું હોવાની બજારમાં ચર્ચા હતી. પ્રાઇમરી માર્કેટના ઇતિહાસનું આ રૂ. ૨૭,૮૦૦ કરોડનું સૌથી મોટું ભરણું આજે ખૂલશે. પ્રોસેસ્ડ ઘેરક્ધિસ અને પીકલ્ડ વેજિટેબલ્સ એક્સપોર્ટર્સ ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સ લિમિટેડ રૂ. ૭૫.૩૯ કરોડના ફ્રેશ ૬૪,૯૯,૨૦૦ ઇક્વિટી શેરના પ્રાથમિક જાહેર ભરણાં સાથે ૧૭ ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૧૦થી રૂ. ૧૧૬ પ્રતિ શેર અને લોટ સાઇઝ ૧૨૦૦ ઇક્વિટી શેરની છે. એન્કર બિડિંગ ૧૬મીએ શરૂ થશે અને ભરણું ૨૧મીએ બંધ થશે.સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટેક મહિન્દ્ર ૨.૮૬ ટકા, એચડીએફસી બેન્ક ૨.૩૨ ટકા, લાર્સન ૨.૦૨ ટકા, આઈટીસી ૧.૭૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૭૦ ટકા, કોટક બેન્ક ૧.૪૭ ટકા, ઈન્ફોસિસ ૧.૨૨ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૮૯ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૫ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૫ ટકા વધ્યા હતા,

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker