વેપાર અને વાણિજ્યશેર બજાર

સેન્સેક્સમાં ૩૭૮ પોઈન્ટનો સુધારો, નિફ્ટી ૨૪,૭૦૦ની લગોલગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના મક્ક્મ સંકેત પાછળ સ્થાનિક બજારમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઓટો શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલી વચ્ચે સેન્સેક્સે ૩૭૮ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૪,૭૦૦ની લગોલગ પહોંચ્યો છે.

ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૭૮.૧૮ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ૮૦,૮૦૨.૮૬ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૫૧૮.૨૮ પોઈન્ટ અથવા ૦.૬૪ ટકા વધીને ૮૦,૯૪૨.૯૬ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે સતત ચોથા દિવસે એનએસઇનો નિફ્ટી ૧૨૬.૨૦ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા વધીને ૨૪,૬૯૮.૮૫ પોઇન્ટના સ્તર પર પહોંચી ગયો હતો.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એનટીપીસી અને સન ફાર્મા મુખ્ય હતા. બીજી તરફ, ભારતી એરટેલ, ઈંઝઈ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા મોટર્સ પાછળ રહ્યા હતા.

નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ હતો, જ્યારે ઓએનજીસી, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા અને અપોલો હોસ્પિટલનો ટોપ લુઝર્સમાં સમાવેશ હતો. એફએમસીજી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો બેંક, હેલ્થકેર, આઈટી, મેટલ, ૦.૫-૧ ટકાના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા છે. વિન્ડફોલ ટેક્સમાં ઘટાડાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરોમાં લાવલાવ નીકળતાં બીપીસીએલ, આિઓસીએલ અને એચપીસીએલના શેરોમાં છ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સંબંધિત સહયોગી સેવા પૂરી પાડતી કોર ડિજિટલ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૬૩૫.૧૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫૦.૭૭ કરોડની કુલ આવક, રૂ. ૭.૪૬ કરોડનો એબિટા, ૬૮૫.૧૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫.૩૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ટાટા કેમિકલે નોન ક્ધવર્ટીબલ ડિબેન્ચર (એનસીડી) જારી કરીને પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. ૧૭૦૦ કરોડ એકત્ર કર્યા છે.

એશિયન બજારોમાં, સિયોલ અને ટોકિયો ઊંચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્તરે બંધ રહ્યાં હતા. યુરોપિયન બજારોમાં મધ્યસત્ર સુધી તેજીનો પવન ફૂંકાઇ રહ્યો હોવાના અહેવાલ હતા. સોમવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યાં હતાં. દલાલ સ્ટ્રીટમાં મોટાભાગની મજબૂતાઈ અને તેજી રિટેલ રોકાણકારો દ્વારા એસઆઇપીમાં સતત ઠલવાઇ રહેલા નાણાં ભંડોળને આભારી છે. વૈશ્ર્વિક પરિબળો પર ખાસ નજર રાખવામાં આવશે. સ્થાનિક રોકાણકારો જુલાઈ એફઓએમસી (ફેડરલ ઓપન માર્કેટ કમિટી)ની બુધવારે રિલીઝ થનારી મીટિંગ મિનિટ્સ પર નજર રાખશે.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૨,૬૬૭.૪૬ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. જ્યારે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ) એ રૂ. ૧,૮૦૨.૯૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૨ ટકા ઘટીને ડોલર ૭૭.૧૦ પ્રતિ બેરલ થઈ ગયું છે. રેન્જબાઉન્ડ ટ્રેડમાં, બીએસઇ બેન્ચમાર્ક સોમવારે ૧૨.૧૬ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા ઘટીને ૮૦,૪૨૪.૬૮ પર સેટલ થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી અસ્થિર વેપારમાં ૩૧.૫૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૪,૫૭૨.૬૫ પર પહોંચ્યો હતો. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો. બીએસઇ પર આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, પેટ્રોનેટ એલએનજી, પીબી ફિનટેક, ગ્લેનમાર્ક ફામાં, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, કોલગેટ પામોલિવ, વોલ્ટાસ, ટેક મહિન્દ્રા, અશોક લેલેન્ડ, ઓરોબિંદો ફાર્મા, ટીસીએસ, સન ફાર્મા, શ્રીરામ ફાઇનાન્સ સહિત ૨૮૦થી વધુ શેરો બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો